Home Entertainment Bengaluru Consumer Court Fines Pvr Inox 1 Lakh Rupees For Delaying Movie Screening Showing Ads

વિક્કી કૌશલની ફિલ્મ જોવા ગયો દર્શક : ફસાઈ ગયું PVR

વિક્કી કૌશલની ફિલ્મ જોવા ગયો દર્શક
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 04:32 AM IST

લોકો મોટા પડદા પર ફિલ્મોને નિહાળવા માટે થિયેટર જાય છે. પરંતુ હવે તેમને આ સમય દરમિયાન લાંબી લાંબી એડ્સ પણ જોવી પડે છે. ફિલ્મની ડ્યૂરેશન ઓછી પણ આ જાહેરાતોના કારણે સમય વધી જાય છે. બેંગાલુરુમાં રહેતા એક વ્યક્તિએ આ સમસ્યાને ગંભીરતાથી લીધી હતી અને કન્ઝૂયમર કોર્ટ પહોંચ્યો.

બેંગાલુરૂરની જિલ્લા કન્ઝ્યૂમર કોર્ટે થિયેટર PVR આઈનોક્સના વધુ પડતી જાહેરાતો પ્રસારિત કરીને ફિલ્મમાં વિલંબ કરવા બદલ દોષિત ઠેરવ્યું છે અને તેને "અયોગ્ય" વેપાર પ્રથા ગણાવી છે. કોર્ટે મલ્ટિપ્લેક્સ પર એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો અને નિર્દેશ આપ્યો હતો કે ફિલ્મ શરૂ થવાનો વાસ્તવિક સમય દર્શકોને સ્પષ્ટ રીતે જણાવવામાં આવે.

જાણો શું છે સમગ્ર મામલો
બેંગાલુરુના એક વ્યક્તિએ ડિસેમ્બર 2023માં તેના પરિવારના બે સભ્યો સાથે ફિલ્મ 'સેમ બહાદુર'નો સાંજે 4.05 વાગ્યે શો જોયા બાદ કેસ દાખલ કર્યો હતો. જાહેરાતોના કારણે, ફીચર ફિલ્મ સાંજે 4.30 વાગ્યે શરૂ થઈ, જેણે તેમના શેડ્યૂલને બગાડ્યું અને સમયનો બગાડ પણ કર્યો. ફરિયાદીને અસુવિધા અને માનસિક પીડા માટે 20,000 રૂપિયા અને ટ્રાયલના ખર્ચને આવરી લેવા માટે અલગથી 8,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

"સમય કિંમતી છે"

અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના ફાસ્ટ વર્લ્ડમાં સમય ખૂબ જ કિંમતી છે. અને કોઈ પણ વ્યવસાયમાં ગ્રાહકોનો સમય અને નાણાંનો અનુચિત લાભ લેવાનો અધિકાર નથી. અદાલતે કહ્યું હતું કે, "જાહેરાતો જોવામાં 25થી 30 મિનિટનો ખર્ચ કરવો એ સમયનો નોંધપાત્ર બગાડ જ છે, ખાસ કરીને એવા લોકો માટે કે જેમની દિનચર્યા ખૂબ જ વ્યસ્ત રહેતી હોય છે". લોકો તણાવ ઓછો કરવા માટે મનોરંજન ઇચ્છે છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તેમની પાસે અન્ય જવાબદારીઓ નથી.

PVR આઈનોક્સએ શું કહ્યું?

PVR આઈનોક્સે સરકારી નિયમોનો હવાલો આપતા ફિલ્મો પહેલાં જાહેરાત સેવાની ઘોષણાઓ (પીએસએ) પ્રદર્શિત કરવાની જરૂરિયાતનો બચાવ કર્યો હતો. જો કે, કોર્ટે કહ્યું કે આ માર્ગદર્શિકાઓ આવા સ્ક્રિનિંગને મહત્તમ 10 મિનિટ સુધી મર્યાદિત કરે છે. ફરિયાદીએ પુરાવા તરીકે જાહેરાતો રેકોર્ડ કરી હતી, જેના કારણે પીવીઆર આઈનોક્સે દલીલ કરી હતી કે તે પાયરસી વિરોધી કાયદાનું ઉલ્લંઘન કરે છે. દાવાને નકારી કાઢતાં કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે માત્ર જાહેરાતો રેકોર્ડ કરવામાં આવી હતી અને ફિલ્મ નહીં અને આ દર્શકોને અસર કરતા મુદ્દાને પ્રકાશિત કરવા માટે કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now