Home Entertainment Beautiful Photos Of Vijay And Rashmikas Mehndi Ceremony Go Viral

Vijay અને Rashmika ની મહેંદી સેરેમનીના સુંદર ફોટોઝ વાયરલ : ઉદયપુરમાં યોજાયેલી આ ખાસ સાંજની રોમેન્ટિક ક્ષણો અને ટ્રેડિશનલ લુક

Vijay અને Rashmika ની મહેંદી સેરેમનીના સુંદર ફોટોઝ વાયરલ
Published by: OBS Bureau
Last Updated: Mar 11, 2026, 09:45 AM IST

દક્ષિણ ભારતીય સિનેમાના લોકપ્રિય કપલ Vijay Deverakonda અને Rashmika Mandanna ના લગ્નની વિધિઓના ફોટોઝે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ કપલે ૨૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ ઉદયપુરમાં તેમની મહેંદી અને પ્રધાનમ સેરેમનીની ઉજવણી કરી હતી.

મહેંદી સેરેમની માટે રશ્મિકાએ Torani બ્રાન્ડનું લાલ અને લીલા રંગનું ભારે એમ્બ્રોઈડરી કામ ધરાવતું આઉટફિટ પહેર્યું હતું. તેણે તેની સાથે ડાયમંડ અને રૂબી નેકલેસ મેચ કર્યો હતો. બીજી તરફ, વિજયે ડાર્ક બ્લુ ધોતી સ્ટાઈલ પેન્ટ સાથે ગ્રીન કુર્તા અને સુંદર એમ્બ્રોઈડરીવાળું જેકેટ પહેર્યું હતું.

મહેંદી ડિઝાઇનમાં જોવા મળ્યું ખાસ પ્રતીક: રશ્મિકાની મહેંદીની વાત કરીએ તો, તેણે તેની હથેળીમાં ખૂબ જ સુંદર રીતે ‘Om’ પ્રતીક બનાવડાવ્યું હતું. તેની મહેંદીની ડિઝાઇન ખૂબ જ સિમ્પલ છતાં આકર્ષક હતી, જેમાં ફૂલોની પેટર્ન જોવા મળી હતી. વિજયે ફોટોઝ શેર કરતા લખ્યું હતું કે, "આ સાંજ ખૂબ જ યાદગાર હતી, જે અમે પૂરી રીતે જીવી છે."

શું છે પ્રધાનમ સેરેમની? પ્રધાનમ એ એક પરંપરાગત પ્રી-વેડિંગ વિધિ છે. આ વિધિમાં દૂધ અને ગુલાબની પાંખડીઓથી ભરેલા પાત્રમાં સોનાની વીંટી નાખવામાં આવે છે. વર અને કન્યા બંનેએ આ પાત્રમાંથી વીંટી શોધવાની હોય છે. આ પ્રસંગે વિજય અને રશ્મિકા ખૂબ જ ખુશ દેખાતા હતા. આ કપલે ૨૬ ફેબ્રુઆરી ના રોજ ઉદયપુરની ITC Mementos હોટલમાં લગ્ન કર્યા હતા. આ ઈવેન્ટમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now