Home International Banks Will Remain Closed For 5 Consecutive Days Get Your Financial Work Done Before Holi And Dhuleti

સતત આ 5 દિવસ સુધી Bank holidays : આ દિવસ પહેલા પતાવી લેજો નાણાકીય કામ, જાણો કઈ ઓનલાઈન સર્વિસનો કરી શકશો ઉપયોગ

સતત આ 5 દિવસ સુધી Bank holidays
Published by: OBS Bureau
Last Updated: Feb 27, 2026, 08:53 AM IST

જો તમારે બેંક સાથે જોડાયેલું કોઈ મહત્વનું કામ પતાવવાનું બાકી હોય, તો આ સમાચાર તમારા માટે અત્યંત જરૂરી છે. આજથી જ એટલે કે 27 ફેબ્રુઆરીથી જો તમે તમારા કામ પૂરા નહીં કરો, તો તમારે લાંબી રાહ જોવી પડી શકે છે. ભારતીય રિઝર્વ બેંક (RBI) ની રજાઓની યાદી મુજબ, આવતીકાલથી દેશના વિવિધ ભાગોમાં સતત 5 દિવસ સુધી બેંકોમાં રજાઓનો સિલસિલો શરૂ થઈ રહ્યો છે. આ રજાઓ હોળીનો તહેવાર અને વીકેન્ડ (શનિવાર-રવિવાર) ના કારણે આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે બેંકોની આ રજાઓ સમગ્ર દેશમાં એકસાથે હોતી નથી, પરંતુ અલગ-અલગ રાજ્યોના સ્થાનિક તહેવારો અને રજાઓના નિયમો મુજબ અલગ-અલગ શહેરોમાં લાગુ પડે છે. આવી સ્થિતિમાં, બેંક જતાં પહેલાં તમારે તમારા શહેરની રજાઓનું લિસ્ટ તપાસવું જોઈએ, જેથી તમારે શો-રૂમ કે બેંક શાખા પર પહોંચ્યા પછી નિરાશ થઈને પરત ન ફરવું પડે.

આવતીકાલથી શરૂ થશે રજાઓનો દોર: જુઓ તારીખ મુજબ લિસ્ટ

બેંકોમાં રજાઓની શરૂઆત આવતીકાલ એટલે કે 28 ફેબ્રુઆરીથી થઈ રહી છે. અહીં જાણો કઈ તારીખે કયા કારણોસર બેંકો બંધ રહેશે:

  • 28 ફેબ્રુઆરી (શનિવાર): મહિનાનો ચોથો શનિવાર હોવાથી સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.

  • 1 માર્ચ (રવિવાર): રવિવારની સાપ્તાહિક રજા હોવાથી દેશભરની બેંકોમાં કામકાજ નહીં થાય.

2 માર્ચ (સોમવાર): હોલિકા દહન નિમિત્તે લખનઉ અને કાનપુર જેવા શહેરોમાં બેંકો બંધ રહેશે, જોકે ગુજરાત સહિત બાકીના ભાગોમાં કામકાજ ચાલુ રહેશે.
  • 3 માર્ચ (મંગળવાર): ધુળેટી અને ડોલ જાત્રા નિમિત્તે અમદાવાદ સહિત દિલ્હી, મુંબઈ, જયપુર, પટના અને કોલકાતા જેવા મોટા શહેરોમાં બેંકો બંધ રહેશે.

  • 4 માર્ચ (બુધવાર): હોળીના તહેવારની લંબાયેલી રજાઓના કારણે અમદાવાદ, ચંદીગઢ, રાંચી અને લખનઉ જેવા શહેરોમાં બેંકો સંપૂર્ણપણે બંધ રહેશે.

અમદાવાદ અને ગુજરાતના બેંક યુઝર્સ માટે ખાસ

ગુજરાતના મોટાભાગના શહેરોમાં ખાસ કરીને 3 અને 4 માર્ચ દરમિયાન ધૂળેટી અને હોળીની ઉજવણીના કારણે બેંક શાખાઓમાં રજા રહેશે. જોકે, ચોથા શનિવાર અને રવિવારની રજાઓ તો સર્વત્ર લાગુ પડશે જ. તેથી, જો તમારે ચેક ડિપોઝિટ કે રોકડ ઉપાડ જેવા કામ હોય, તો આજે જ પતાવી લેવા હિતાવહ છે.

બેંક બંધ હશે તો પણ ઓનલાઈન સુવિધાઓ રહેશે ચાલુ

ભલે બેંકોની ભૌતિક શાખાઓમાં તાળા લટકેલા હશે, પરંતુ ગ્રાહકોને ચિંતા કરવાની જરૂર નથી. ડિજિટલ યુગમાં તમારી તમામ ઓનલાઈન સેવાઓ જેવી કે નેટ બેંકિંગ, મોબાઈલ બેંકિંગ અને UPI (Google Pay, PhonePe, etc.) 24 કલાક કાર્યરત રહેશે. તમે ગમે ત્યારે પૈસા ટ્રાન્સફર કરી શકશો અથવા બેલેન્સ ચેક કરી શકશો. આ ઉપરાંત, રોકડની જરૂરિયાત પૂરી કરવા માટે ATM સેવાઓ પણ ચાલુ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now