Home Gujarat Banaskantha District Heavy Rains In Waterlogging In Low Lying Areas

બનાસકાંઠામાં જામ્યો વરસાદી માહોલ : દાંતામાં 4 ઇંચ તો પાલનપુરમાં સાડા 3 ઇંચ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

બનાસકાંઠામાં જામ્યો વરસાદી માહોલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 19, 2025, 07:38 AM IST

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો છે. તો બીજી તરફ મેઘરાજા બનાસકાંઠામાં ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. આજે વહેલી સવારથી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પાલનપુર, વડગામ, ડીસા, દાંતીવાડા અને આજુબાજુના અનેક ગામોમાં વાદળછાયું વાતવરણ જામ્યું છે.


બનાસકાંઠામાં જુઓ ક્યાં કેટલો વરસ્યો

દાંતા - 4 ઇંચ

પાલનપુર - સાડા 3 ઇંચ

વડગામ - 2.5 ઇંચ

અમીરગઢ - 2 ઇંચ

ધાનેરા - 2 ઇંચ

લાખણી - 2 ઇંચ

ભાભર - 1.5 ઇંચ

ડીસા - 1.5 ઇંચ

થરાદ - 1.25 ઇંચ

દિયોદર - 1 ઇંચ

કાંકરેજ - 0.5 ઇંચ

વાવ - 10 એમએમ

સુઈગામ - 6 એમએમ

ખેતરો બેટમાં ફેરવાયા

ધાનેરામાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે. ગલાલપુરા રોડ પર અને ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.

નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

દાંતા અને પાલનપુરમાં ધોધમાર ખાબકેલા વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. સવારથી શરૂ થયેલા વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જોકે કેટલાક વિસ્તારોમાં વધુ પડતા પાણી ભરાવાના કારણે પાક નુકસાનીની પણ ભીતિ છે.


વરસાદની આગાહી

આજે અને આવતીકાલે 20 જુલાઈના રોજ ઉત્તર ગુજરાતમાં છૂટછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે કચ્છમાં અમુક વિસ્તારમાં હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતમાં સામાન્ય વાદળછાયા સાથે સામાન્ય વરસાદ પડી શકે છે, તો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now