Home Sports Bad News Before Asia Cup2025 Cricketer Dies In A Road Accident

એશિયા કપ 2025 પહેલાં ક્રિકેટ જગતમાં સૌથી માઠા સમાચાર : રોડ અકસ્માતમાં ક્રિકેટરનું નિધન

એશિયા કપ 2025 પહેલાં ક્રિકેટ જગતમાં સૌથી માઠા સમાચાર
Published by: OBS Bureau
Last Updated: Aug 25, 2025, 10:53 AM IST

એશિયા કપ 2025ની ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે સમગ્ર ક્રિકેટ જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જમ્મુ-કાશ્મીરના પ્રતિભાશાળી યુવા ક્રિકેટર ફરીદ હુસેનનું માર્ગ અકસ્માતમાં અવસાન થયું છે.

આ ઘટના 20 ઓગસ્ટના રોજ પુણેમાં બની હતી, જ્યારે ફરીદ પોતાના સ્કૂટર પર જઈ રહ્યા હતા. અચાનક રસ્તાના કિનારે ઊભેલી એક કારનો દરવાજો ખુલી ગયો, જેના કારણે ફરીદ સ્કૂટર સાથે કારના દરવાજા સાથે અથડાયા અને રસ્તા પર પડી ગયા. આ અકસ્માત બાદ તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, ખાસ કરીને માથામાં ભારે ઈજા પહોંચી હતી. તાત્કાલિક તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ શનિવારે તેમનું અવસાન થયું.

ફરીદ હુસેન કાશ્મીરના સૌથી હોનહાર ક્રિકેટરોમાંના એક ગણાતા હતા. તેમના અચાનક નિધનથી રાજ્યના ક્રિકેટ જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. અકસ્માતની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે અને તેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે.

ફરીદ હુસેનનું આકસ્મિક અવસાન ક્રિકેટ જગત માટે એક મોટી ખોટ છે, અને તેમના નિધનથી તેમના ચાહકો અને સાથી ખેલાડીઓમાં ગમગીની છવાઈ ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now