Home Entertainment Baby John Review Varun Dhawan Keerthy Suresh Wamiqa Gabbi Movie Review

ફિલ્મ Baby John રિવ્યું : વરૂણ ધવનનો જોવા મળશે એક નવો જ અવતાર

ફિલ્મ Baby John રિવ્યું
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2024, 07:39 AM IST

વરુણ ધવનની ફિલ્મ બેબી જોન થિયેટર્સમાં રીલિઝ થઈ ગઈ છે, જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ ફિલ્મનું ડાયરેક્શન કાલિસે કર્યું છે અને પ્રોડક્શન જવાનના ડાયરેક્ટર એટલી દ્વારા કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, આ ફિલ્મમાં સલમાન ખાનનો એક કેમિયો જોવા મળશે, જેને લઈને લોકોમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. હવે જો તમે ફિલ્મ જોવાનું વિચારી રહ્યા હોવ તો આ રિવ્યુ વાંચીને જાણી લો કેવી છે આ ફિલ્મ?

શું ફિલ્મની સ્ટોરી?
વરુણ ધવનની આ 'બેબી જોન' એક એક્શન ફિલ્મ છે જે તમિલ ફિલ્મ 'થેરી'ની ઓફિશિયલ રિમેક છે. ફિલ્મની વાર્તા બેબી જ્હોનની છે, જેની નાની દીકરી ખુશી છે. જે પોતાની જીંદગીની મજા માણી રહ્યોં છે, ત્યારે એક દિવસ તેને એક પોલીસકર્મીનો ફોન આવે છે જે તેને સત્યાના નામથી બોલવે છે. આ બાદ ફિલ્મમાં બેકસ્ટોરી શરૂ થાય છે. જેમાં શરૂ થાય છે 6 વર્ષ પહેલા IPS સત્ય વર્માની કહાની. પરંતુ જ્યારે યુવતી પર દૂષ્કર્મ કરીને તેની હત્યા કરી દેવામાં આવે છે ત્યારે તે ચિંતામાં મુકાઈ જાય છે. જે બાદ આ સત્યા શું કરે છે તેની આખી સ્ટોરી છે.

આ ફિલ્મની શરૂઆત એક બાળકીથી થાય છે જે તેના પિતા સાથે બોસી વર્તન કરતી જોવા મળે છે. એટલીની આ ફિલ્મમાં હંમેશાની જેમ હીરો ડબલ રોલમાં છે. તમને લાગશે કે જાણે એ જ વસ્તુઓ બેબી જ્હોનમાં મૂકવામાં આવી હોય. પરંતુ બેબી જ્હોનમાં ઉત્તમ એક્શન સાથે એક સામાજિક સંદેશ પણ છે. ફિલ્મમાં સૌથી વધુ મજા ત્યારે આવે છે જ્યારે એલિવેશન સિક્વન્સ આવે છે. વરુણે ફિલ્મમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું છે, તેનું એક્શન એટલું અદભૂત છે કે તમને પણ સીટીઓ વગાડવાનું મન થઈ જશે. સુનીલ રોડ્રિગ્સે ડિઝાઈન કરાયેલા એક્શન સિક્વન્સ ખૂબ જ દમદાર છે. આ સાથે થમન એસએ આપેલો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ જોરદાર છે.

ફિલ્મના સેકન્ડ હાફમાં રાજપાલ યાદવની કિલર કોમેડી જોવા મળશે. રસપ્રદ મુદ્દો ત્યારે આવે છે જ્યારે જેકી વિલન બને છે. આવી ફિલ્મોમાં ખલનાયકનો રોલ ખૂબ મહત્વનો હોય છે અને જેકીએ વિલનના પાત્રમાં જબરદસ્ત કામ કર્યું છે.

ફિલ્મમાં વામિકા ગબ્બીએ તારા (ખુશીની શિક્ષિકા) નું પાત્ર શાનદાર રીતે ભજવ્યું છે. પણ આ પાત્રની વાર્તા પર કોઈ ખાસ અસર જોવા મળતી નથી. આ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનાર કીર્તિ સુરેશે પણ ખૂબ જ સારું કામ કર્યું છે. જે સત્યાની પત્નીનું પાત્ર ભજવી રહી છે, જે એક ડૉક્ટર છે. ફિલ્મમાં ગીતોની વાત કરીએ તો ગીત એટલા ખાસ નથી. એકંદરે ફિલ્મમાં એક્શન સિવાય કંઈ ખાસ નથી. ફિલ્મના સોંગ્સ કંટાળાજનક લાગશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now