પ્રખ્યાત બલ્ગેરિયન ભવિષ્યવેત્તા બાબા વાંગાની આગાહીઓ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં છે. નવા વર્ષની શરૂઆત સાથે જ તેમની 2026 માટેની ભવિષ્યવાણીઓ વાયરલ થઈ રહી છે, જેમાં AIનું પ્રભુત્વ, કુદરતી આફતો, આર્થિક સંકટ અને એલિયન્સ સાથે સંપર્ક જેવી મોટી ઘટનાઓનો સંકેત છે. ચાલો, આ ભયજનક આગાહીઓને વિગતવાર જાણીએ.
AI માનવો પર પ્રભુત્વ મેળવશે!
બાબા વાંગાએ ચેતવણી આપી છે કે 2026માં કૃત્રિમ બુદ્ધિ (AI) એટલી અદ્યતન થઈ જશે કે તે માનવ નિયંત્રણની બહાર નીકળી જશે. આ માનવ સમાજ માટે સૌથી મોટો ખતરો બની શકે છે.
ભૂકંપ-જ્વાળામુખીનો વિનાશક ત્રાટક!
આ વર્ષે વધુ ભૂકંપ અને જ્વાળામુખી ફાટવાની ઘટનાઓ થશે. કુદરતી આફતો પૃથ્વીના 7%થી 8% ભૂમિ વિસ્તારને બદલી નાખશે, ઇકોસિસ્ટમનો વિનાશ કરશે અને વિશ્વના અનેક ભાગોમાં વ્યાપક નુકસાન પહોંચાડશે.
આર્થિક સંકટનો ભય!
ઘણા દેશોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. ફુગાવામાં વધારો થશે, કુદરતી આફતોના કારણે સ્થિતિ વધુ ખરાબ થશે અને સોનાના ભાવમાં રેકોર્ડ વધારો થશે.
એલિયન્સ સાથે સંપર્કની ઐતિહાસિક ક્ષણ!
બાબા વાંગાની આગાહી મુજબ, 2026માં વૈજ્ઞાનિકો એલિયન્સ સાથે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરશે – આ માનવ ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટના બની શકે છે.નોંધ: બાબા વાંગાની આગાહીઓમાંથી ઘણી પહેલાં સાચી ઠરી છે, જેમ કે 9/11 હુમલા, બ્રેક્ઝિટ અને સુનામી જેવી આફતો. 2026 કેટલું ભયાનક હશે?



















