Baahubali The Epic OTT Release: દક્ષિણ ભારતીય સિનેમાના સુપરસ્ટાર પ્રભાસ અભિનીત અને એસ.એસ. રાજામૌલી દિગ્દર્શિત 'બાહુબલી' ફ્રેન્ચાઇઝીએ ભારતીય સિનેમાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ આપી છે. હવે આ એપિક સાગાનું ખાસ સિંગલ-ફિલ્મ વર્ઝન 'Baahubali The Epic' થિયેટરોમાં રિ-રિલીઝ પછી OTT પર આવવા તૈયાર છે.
Netflix પર 25 ડિસેમ્બરે રિલીઝ
'બાહુબલી: ધ એપિક' 'બાહુબલી: ધ બિગિનિંગ' (2015) અને 'બાહુબલી 2: ધ કન્ક્લુઝન' (2017)નું રિ-એડિટેડ અને રિમાસ્ટર્ડ વર્ઝન છે, જે આખી વાર્તાને એક જ ફિલ્મમાં સીમલેસ રીતે રજૂ કરે છે. આ ફિલ્મની લંબાઈ આશરે 3 કલાક 43 મિનિટ છે અને તેમાં નવા વિઝ્યુઅલ ઇફેક્ટ્સ તથા અનરિલીઝ્ડ સીન્સ પણ સામેલ છે. Netflixએ અધિકૃત રીતે જાહેરાત કરી છે કે આ ફિલ્મ 25 ડિસેમ્બર 2025ના રોજ, ક્રિસમસના દિવસે સ્ટ્રીમિંગ શરૂ થશે. આ ક્રિસમસ માટે દર્શકોને ખાસ ગિફ્ટ છે, જેઓ મહિષ્મતીની ભવ્ય ગાથા ઘરે બેઠા અવિરત જોઈ શકશે.
ફિલ્મની ખાસિયત અને બોક્સ ઓફિસ સફળતા
આ સ્પેશિયલ એડિશનમાં વાર્તાનો પ્રવાહ વધુ સરળ અને ભાવનાત્મક છે. ઓક્ટોબર 2025માં થિયેટર્સમાં રિ-રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવ્યા હતા. ઓરિજિનલ ફ્રેન્ચાઇઝીએ વિશ્વભરમાં ₹2400 કરોડથી વધુની કમાણી કરી હતી, જેણે ભારતીય સિનેમાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠા અપાવી.
રાજામૌલીની આગામી ફિલ્મ
ફિલ્મના અંતે 'બાહુબલી: ધ એટર્નલ વોર' નામની એનિમેટેડ સિરીઝની પણ જાહેરાત થઈ હતી, જે આ દુનિયાને વધુ વિસ્તારશે. રાજામૌલીની આગામી ફિલ્મ 'વારાણસી' 'બાહુબલી' અને 'RRR' પછી રાજામૌલી મહેશ બાબુ, પ્રિયંકા ચોપરા અને પૃથ્વીરાજ સુકુમારન સાથે 'વારાણસી' પર કામ કરી રહ્યા છે. આ મહાકાવ્યિક એડવેન્ચર ફિલ્મ 2027માં રિલીઝ થશે. આ ક્રિસમસ પર 'બાહુબલી: ધ એપિક' સાથે મહિષ્મતીની દુનિયામાં ફરી ડૂબકી લગાવો! Netflix પર તૈયાર રહેજો.




















