Home Entertainment Awarapan 2 Teaser Emraan Hashmi Shivam Returns Release Date

Awarapan 2 teaser out : જૂના દર્દ અને નવા વચન સાથે શિવમ તરીકે ઇમરાન હાશ્મીની ધમાકેદાર વાપસી

Awarapan 2 teaser out: Shivam is back
Image Credit: Instagram
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 29, 2026, 09:14 AM IST

બોલિવૂડ અભિનેતા ઇમરાન હાશ્મીના ચાહકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે તેની સુપરહિટ ફિલ્મ 'આવારાપન' ની સિક્વલ 'આવારાપન 2' નું સત્તાવાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે

વર્ષ 2007 માં રિલીઝ થયેલી ઇમરાન હાશ્મીની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'આવારાપન' ને રિલીઝ થયાને બરાબર 19 વર્ષ પૂરા થવાના અવસરે મેકર્સે આ નવી ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ટીઝરમાં ઇમરાન હાશ્મી ફરી એકવાર પોતાના જૂના પાત્ર 'શિવમ' ના લુકમાં જોવા મળી રહ્યો છે. તે પોતાના જૂના દર્દ અને આ વખતે કંઈક નવું કરવાના વચન સાથે પાછો ફર્યો છે.

ટીઝરમાં શું ખાસ છે?

ટીઝરની શરૂઆત શ્યામ રંગના દ્રશ્યો (ડાર્ક ટોન્સ અને સિલુએટ્સ) થી થાય છે, જેમાં ઇમરાન હાશ્મી કહી રહ્યો છે, "દર્દ સે પુરાના રિશ્તા હૈ મેરા (દર્દ સાથે મારો જૂનો સંબંધ છે)." ટીઝરમાં તે પહેલી ફિલ્મમાં શ્રિયા સરન દ્વારા ભજવવામાં આવેલા પાત્ર 'આલિયા હમીદ' ની કબર પર શ્રદ્ધાંજલિ આપતો જોવા મળે છે, જે જૂની યાદોને તાજી કરે છે.

આગળ તે કહે છે, "કુછ લોગોં કી કહાનિયાં ઉનકી મર્ઝી સે ખત્મ નહીં હોતી ઉનકી કહાની દૂસરોં કે લિયે લિખી જાતી હૈ." આ ડાયલોગ દર્શાવે છે કે આ વખતે વાર્તા વધુ ઇમોશનલ અને એક્શનથી ભરપૂર હશે. ગુંડાઓ સાથે લડતા ઇમરાન કહે છે કે આ વખતે કાં તો તે બચી જશે અથવા પોતાનું આવારાપન ગુમાવી દેશે. ટીઝરની બેકગ્રાઉન્ડમાં સુપરહિટ ગીત 'તો ફિર આઓ' નું નવું વર્ઝન વાગે છે.

જોઓ ટીઝર

નવી સ્ટારકાસ્ટ અને રિલીઝ ડેટ

પહેલી ફિલ્મનું નિર્દેશન મોહિત સૂરીએ કર્યું હતું. આ નવી ફિલ્મ 'આવારાપન 2' નું નિર્દેશન નિતિન કક્કડ કરી રહ્યા છે અને તેને વિશેષ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી રહી છે. આ નવી ફિલ્મમાં દિશા પટણી અને શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: 'Lahore 1947' અને 'Awarapan 2' વચ્ચે થશે જોરદાર ટક્કર | સની-ઇમરાનની એન્ટ્રીથી બોક્સ ઓફિસ પર આગ! જાણો કયારે થશે ધમાકો! | Offbeat Stories

વિશેષ ફિલ્મ્સ દ્વારા સોશિયલ મીડિયા પર ટીઝર શેર કરીને લખવામાં આવ્યું કે, "19 વર્ષની રાહ હવે પૂરી થઈ. શિવમ પાછો આવી ગયો છે. તમે તેની વાર્તાને જીવંત રાખી, હવે તે તેને આગળ વધારવા માટે આવી રહ્યો છે." આ ફિલ્મ 14 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now