Home Automobile Automobile News New Honda Shine 100dx When Will This Bike Be Launched Know Complete Information About The Price Of The Bike And Engine Power

Honda લઈ આવ્યું સસ્તામાં શાનદાર બાઇક : 100cc એન્જિન સાથે ડિજિટલ સ્પીડો મીટર, કિંમત જાણી કહેશો વાહ...

Honda લઈ આવ્યું સસ્તામાં શાનદાર બાઇક
Published by: OBS Bureau
Last Updated: Aug 01, 2025, 11:24 AM IST

Honda Shine 100 DX. હોન્ડાએ હાલમાં જ તેને આ બાઇક રજૂ કરી છે, અને આજે કંપનીએ આ બાઇકની કિંમત પણ જાહેર કરી છે. કારણ કે આ બાઇકની એક્સ-શોરૂમ કિંમત 75 હજાર રૂપિયા રાખવામાં આવી છે.

એન્જિન અને પાવર:

એન્જિનની વાત કરીએ તો હોન્ડા શાઇન 100 DX માં 98.98cc નું સિંગલ સિલિન્ડર, ફ્યુલ ઇન્જેક્શન OBD2B કમ્પ્લાયન્ટ એન્જિન છે. જે 5.43kW અને 8.04Nm ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનમાં 4 સ્પીડ ગિયરબોક્સ આપેલ છે. બ્રેક માટે આગળ અને પાછળની બાજુએ ડ્રમ બ્રેક્સ મળે છે. ખાસ વાત એ છે કે તેમાં Combined Braking System (CBS) આપી છે, જે ડ્રમ બ્રેક્સ હોવા છતાં પણ અસરકારક બ્રેકિંગ પ્રદાન કરે છે.

ડિજિટલ સ્પીડોમીટર:

નવી શાઇનના 100DX માં ડિજિટલ LCD ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે, જેમાં તમને રિયલ ટાઈમ માઇલેજ અને ડિસ્ટન્સ જેવા ફંકશન જોવા મળે છે. બાઇકની ડિઝાઇન સારી છે અને તેની ફ્યુઅલ ટેન્ક થોડી બોલ્ડ છે. બાઇકની સીટ સોફ્ટ અને આરામદાયક છે. દરરોજના વપરાશ માટે આ બાઇક એક સારો વિકલ્પ સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now