Home Automobile Automatic Or Manual Which Car Is More Beneficial For You Find Out

ઑટોમેટિક કે મેન્યૂઅલ? : કઈ ગાડી આપના માટે છે વધુ ફાયદાકારક? જાણો

ઑટોમેટિક કે મેન્યૂઅલ?
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 07:17 AM IST

કેટલાક વર્ષો પહેલા સુધી કાર ખરીદવી એટલી મૂંઝવણભરી ન હતી. કારણ કે, તે વખતે માત્ર મેન્યૂઅલ ગિયરબોક્સ વાળી કાર જ ઉપલબ્ધ હતી. પરંતુ ટેકનોલોજી આગળ વધતા હવે ઓટોમેટિક ગિયરબોક્સ વાળી કાર પણ બજારમાં આવી ગઈ છે. પરિણામે, ખાસ કરીને પોતાની પહેલી કાર ખરીદનારા લોકો માટે મોટો સવાલ ઉભો થાય છે – કઈ કાર લેવાથી વધારે ફાયદો થશે?


મેન્યુઅલ ગિયરબોક્સ શું છે?

  • મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં ડ્રાઇવર પોતે ક્લચ દબાવીને ગિયર બદલે છે.

  • કારની ઝડપ અનુસાર યોગ્ય ગિયર શિફ્ટ કરવો પડે છે.

  • તેને “સ્ટિક શિફ્ટ” પણ કહેવામાં આવે છે.

ફાયદા

  • કારનો કિંમત ઓછી, એટલે કે બજેટ-ફ્રેન્ડલી.

  • હાઇવે પર સારો ડ્રાઇવિંગ અનુભવ.

  • વધારે લોકો આ સિસ્ટમથી પરિચિત હોવાથી શીખવી સરળ.

ગેરફાયદા

  • વારંવાર ક્લચ દબાવવો પડે છે, જે ટ્રાફિકમાં કંટાળાજનક છે.

  • લાંબા સમય સુધી ડ્રાઇવ કરવાથી થાક લાગે છે.


ઓટોમેટિક ગિયરબોક્સ શું છે?

  • ઓટોમેટિક ટ્રાન્સમિશનમાં ગિયર્સ કાર પોતે બદલે છે.

  • તેમાં ક્લચ પેડલ નથી; ફક્ત એક્સિલરેટર અને બ્રેક જ હોય છે.

  • ડ્રાઇવિંગ માટે અલગ-અલગ મોડ્સ હોય છે – D (Drive), R (Reverse), N (Neutral).

ફાયદા

  • ટ્રાફિકમાં ચલાવવા માટે અનુકૂળ, ક્લચ દબાવવાની જરૂર નથી.

  • નવા ડ્રાઇવર્સ માટે ચલાવવી સહેલી

  • લાંબા ગાળે આરામદાયક અનુભવ.

ગેરફાયદા

  • મેન્યુઅલની સરખામણીએ કિંમત વધારે.

  • કેટલાક ડ્રાઇવરોને ડ્રાઇવિંગમાં મજા નથી આવતી

  • મેન્ટેનન્સ ખર્ચ વધારે હોઈ શકે છે.


કઈ કાર લેવી?

  • જો તમે બજેટમાં સારી કાર ઇચ્છો છો અને ડ્રાઇવિંગનો થ્રિલ માણવા માંગો છો → મેન્યુઅલ કાર યોગ્ય.

  • જો તમે ટ્રાફિક વાળા શહેરમાં આરામથી ડ્રાઇવિંગ કરવા માંગો છો અને બજેટ થોડું વધારે છે → ઓટોમેટિક કાર શ્રેષ્ઠ વિકલ્પ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now