Home Sports Australia Announces Squad For Final Test Of Ashesh 2025 26

ASHESH 2025-26ની અંતિમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી : વર્કલોડ મેનેજમેન્ટના કારણે કમિન્સને આરામ, સ્મિથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયા રમવા તૈયાર

ASHESH 2025-26ની અંતિમ ટેસ્ટ માટે ઓસ્ટ્રેલિયાએ ટીમ જાહેર કરી
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 11:20 AM IST

Australia Ashesh 5thTest Squad Announcement: ઓસ્ટ્રેલિયાએ ASHESH 2025-26 સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચ માટે તેમની ટીમ જાહેર કરી છે, જે 4 જાન્યુઆરીથી સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શરૂ થશે. સિલેક્ટર્સે 15 સભ્યોની ટીમ જાળવી રાખી છે, જેમાં પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ કમાન સંભાળશે. મેલબોર્નમાં મળેલી હાર છતાં, સિલેક્ટર્સે વર્તમાન જૂથ પર વિશ્વાસ દર્શાવ્યો છે અને સિરીઝના અંતિમ મુકાબલા માટે અન ચેનઝડ ટીમ રાખી છે.

પેટ કમિન્સ કેમ બહાર છે?

પેટ કમિન્સે એશિઝના પ્રથમ બે મુકાબલા લોવર બેક ઇન્જરીના કારણે ચૂકી ગયા હતા, જેના કારણે તે અગાઉ ભારત સામેની વનડે સિરીઝમાંથી પણ બહાર રહ્યા હતા. તેઓ ત્રીજી ટેસ્ટમાં એડિલેડમાં કેપ્ટન તરીકે પરત ફર્યા હતા, પરંતુ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આગામી બે મેચમાં આરામ આપવામાં આવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ કમિન્સની ફિટનેસને લઈ સાવચેત છે, કારણ કે ફેબ્રુઆરી-માર્ચમાં ભારત અને શ્રીલંકામાં યોજાનાર T-20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખવામાં આવ્યો છે.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડની પાંચમી એશિઝ ટેસ્ટ માટે સ્ક્વોડ

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, બ્રેન્ડન ડોગેટ, કેમેરોન ગ્રીન, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, માર્નસ લેબુશેન, ટોડ મર્ફી, માઈકલ નેસર, જાય રિચર્ડસન, મિચેલ સ્ટાર્ક, જેક વેધરાલ્ડ, બ્યુ વેબ્સ્ટર.

સિડની સિરીઝ ફાઈનલ પહેલાં પસંદગીના પડકારો

પાંચમી ટેસ્ટ પહેલાં ઓસ્ટ્રેલિયાને અનેક પસંદગીના નિર્ણયો લેવાના રહેશે. હેડ કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે પુષ્ટિ કરી છે કે ઉસ્માન ખ્વાજા બેટિંગ લાઈનઅપમાં સામેલ રહેશે. કેમેરોન ગ્રીનનું ફોર્મ ચર્ચાનું વિષય છે, કારણ કે તેમની બેટિંગમાં મુશ્કેલીઓ જોવા મળી છે, જ્યારે બ્યુ વેબ્સ્ટર બિગ બેશ લીગની મેચ પછી સિડનીમાં ટેસ્ટ સ્ક્વોડમાં પરત ફરશે. વેબ્સ્ટરે એશિઝ સિરીઝમાં મોટાભાગે બેન્ચ પર વિતાવી છે, છતાં તેમના ટેસ્ટ પ્રદર્શન બેટ અને બોલ બંનેથી પ્રભાવશાળી રહ્યા છે.

પેસ અટેક પર ધ્યાન, સ્ટાર્ક અને બોલેન્ડની પસંદગીની શક્યતા વધુ

બોક્સિંગ ડે ટેસ્ટ પછીના ટૂંકા વિરામને કારણે મિચેલ સ્ટાર્ક અને સ્કોટ બોલેન્ડ ફરીથી રમવા માટે મજબૂત સ્થિતિમાં છે. જોકે, અંતિમ પ્લેઈંગ ઇલેવન હજુ નક્કી થયેલ નથી, કારણ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના મહત્વના પોઈન્ટ્સ દાવ પર છે. અગાઉની ટેસ્ટમાં સ્પેશિયલિસ્ટ સ્પિનર વગર રમ્યા પછી, ટોડ મર્ફી સિડનીમાં પરત ફરી શકે છે. તાજેતરની એસસીજી પિચો પેસર્સને વધુ મદદ કરે છે, પરંતુ મર્ફી એશિઝના અંતિમ મુકાબલામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now