Home Sports Aus Vs Ind 4th Test Jasprit Bumrah Concedes A Six In Tests For The First Time In 4 Years Sam Konstas

IND vs AUS : ડેબ્યૂ મેચમાં 19 વર્ષના સેમ કોન્સ્ટાસે રચ્યો ઈતિહાસ, ચાર વર્ષ બાદ બુમરાહ સાથે થયું આવું

IND vs AUS
Published by: OBS Bureau
Last Updated: Dec 26, 2024, 07:57 AM IST

India vs Australia: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટમાં કાંગારૂ ટીમના ઓપનિંગ બેટ્સમેન સેમ કોન્સ્ટાસે પોતાની ડેબ્યૂ મેચમાં જ કમાલ કરી બતાવ્યો છે. તેમણે જસપ્રિત બુમરાહ સહિતના ભારતીય બોલરોની ધોલાય કરી છે અને 65 બોલમાં 60 રનની ઇનિંગ રમી. આ ઇનિંગ દરમિયાન કોન્સ્ટાસે સાતમી ઓવરમાં બુમરાહના બોલને ડીપ થર્ડ પર રિવર્સ સ્કૂપ લગાવીને સિક્સર ફટકારી, જેણે બધાને આશ્ચર્યચકિત કરી દીધા. કારણ કે ટેસ્ટ મેચોમાં તેની સાથે આવું વારંવાર થતું નથી.

ચાર વર્ષ બાદ બુમરાહ સાથે થયું આવું
આ સિક્સર સાથે બુમરાહની ઓવરમાં વર્ષ 2021 પછી પહેલીવાર કોઈ ખેલાડીએ સિક્સર ફટકારી છે. છેલ્લી વખત કેમેરોન ગ્રીને સિડનીમાં 7 જાન્યુઆરી 2021ના રોજ તેના બોલ પર સિક્સર ફટકારી હતી. 19 વર્ષીય કોન્સ્ટાસે 65 બોલમાં 60 રનની ઈનિંગ દરમિયાન બુમરાહ સામે બે સિક્સર ફટકારી હતી.

સેમ કોન્સ્ટાસે રચ્યો ઇતિહાસ
1953માં દક્ષિણ આફ્રિકા સામે 17 વર્ષની વયે અર્ધસદી ફટકારનાર ઇયાન ક્રેગ પછી તે અર્ધસદી ફટકારનાર બીજો સૌથી યુવા ઓસ્ટ્રેલિયન બન્યો હતો. કોન્ટાસની ઈનિંગમાં અનેક રિવર્સ સ્કૂપ જેવા શોટ જોવા મળ્યા હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના 11મા બોલ પર ઓપનિંગ બેટ્સમેને બુમરાહને રિવર્સ સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે ચૂકી ગયો. તેમણે નેક્સટ ઓવરમાં ફરીથી આવું કર્યું, પરંતુ આ વખતે પણ તેને સફળતા મળી ન હતી. જો કે, તે તેના ત્રીજા પ્રયાસમાં સફળ રહ્યો હતો.

કોન્સ્ટાસે બુમરાહ સામે 11મી ઓવરમાં બે ચોગ્ગા અને 1 સિક્સરની મદદથી 18 રન બનાવ્યા હતા. આ રીતે તે ભારતીય બોલરની ટેસ્ટ કારકિર્દીની સૌથી મોંઘી ઓવર સાબિત થઈ હતી. કોન્સ્ટાસ હવે બુમરાહ સામે ટેસ્ટમાં એક ઓવરમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. એકંદરે આ ઇનિંગમાં કોન્સ્ટેસે બુમરાહ સામે 33 બોલમાં 34 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

બુમરાહને ટારગેટ બનાવતો રહીશ: કોન્સ્ટાસ
એકંદરે આ યુવા ખેલાડી સમગ્ર ઇનિંગ દરમિયાન આત્મવિશ્વાસથી ભરેલો દેખાયો. તેના આઉટ થયા બાદ મિડ ઇનિંગ્સના ઇન્ટરવ્યુ દરમિયાન તેણે બુમરાહ સાથેની તેની પ્રતિસ્પર્ધા વિશે કહ્યું કે, 'હું તેને ટારગેટ બનાવવાનું ચાલુ રાખીશ. આશા છે કે તે વાપસી કરી શકે છે.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now