Home Gujarat Attempted Attack On Mother Police Not Taking Complaint As Elder Father Is In Bjp

'પાટીદાર દીકરીએ વીડિયોમાં રડતાં રડતાં કહ્યું-મારા પિતાનું મર્ડર થયું' : 'મમ્મી પર હુમલાનો પ્રયાસ થયો, મોટા પપ્પા BJPમાં છે એટલે ફરિયાદ નથી લેતી પોલીસ'

'પાટીદાર દીકરીએ વીડિયોમાં રડતાં રડતાં કહ્યું-મારા પિતાનું મર્ડર થયું'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 05, 2025, 07:28 AM IST

Crime News: રાજકોટ શહેરમાંથી ચોંકાવનારો મામલો સામે આવ્યો છે, જેમાં પાટીદાર સમાજની એક વિધવા મહિલાને પોતાના જ પરિવારજનો દ્વારા હેરાન કરવામાં આવી રહી હોવાનો ગંભીર આરોપ મૂકાયો છે. મુંબઈમાં રહેતી તેમની દીકરી ક્રિસ્ટીના પટેલે સોશિયલ મીડિયામાં રડતાં રડતાં વીડિયો શેર કરી ન્યાયની માંગ કરી છે. ક્રિસ્ટીનાએ આરોપ મૂક્યો છે કે તેમના મોટા પપ્પા બિપિન અમૃતિયા અને અન્ય પરિવારજનોએ તેમની માતા પર હુમલો કર્યો છે, અને સ્થાનિક પોલીસ રાજકીય દબાણના કારણે ફરિયાદ પણ લઇ નથી રહી.

ક્રિસ્ટીનાના જણાવ્યા અનુસાર, પિતાના અવસાન પછી તેમના પરિવારજનોએ મિલકત હડપ કરી લીધી અને હવે માતાને ધમકી આપવામાં આવે છે. વધુમાં તેણે આરોપ લગાવ્યો કે પિતાની અચાનક થયેલી મોત શંકાસ્પદ છે અને તે પરિવારજનો દ્વારા યોજાયેલી હત્યા હોવાની શંકા છે. પોલીસને વીડિયો પૂરાવા સાથે ફરિયાદ કરવાની કોશિશ છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી.

ક્રિસ્ટીનાએ ગુજરાત પોલીસ અને રાજ્ય સરકાર સમક્ષ પોતાની માતાની સુરક્ષા માટે અપીલ કરી છે. જ્યારે પાટીદાર સમાજ બહેન-દીકરીઓની રક્ષા માટે જહેમત ઉઠાવી રહ્યો છે, ત્યારે એક સમાજની દીકરી ન્યાય માટે રઝળી રહી છે, જે સમગ્ર તંત્ર અને સમાજ માટે ચિંતાનો વિષય છે. આ મુદ્દે તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસની જરૂર છે, જેથી આરોપીઓને કાયદેસર સજા મળે અને પીડિતાને ન્યાય મળે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now