Home National-International Atrocities On Hindus Again In Bangladesh

બાંગ્લાદેશમાં ફરી હિંદુ પર અત્યાચાર! : હિંદુ કર્મચારીને કાર નીચે કચડીને આરોપી રફ્ફુચક્કર!

બાંગ્લાદેશમાં ફરી હિંદુ પર અત્યાચાર!
Published by: Offbeat Team
| Last Updated: Jan 18, 2026, 04:53 AM IST

બાંગ્લાદેશમાં હિંદુ વિરોધી હિંસા સતત વધતી જાય છે. છેલ્લા દોઢ મહિનાથી હિંદુઓને નિશાન બનાવી તેમને ક્રુરતા પૂર્વક મારવામાં આવી રહ્યા છે. આવોજ એક બનાવ બાંગ્લાદેશના રાજબારી જિલ્લામાં બન્યો છે જ્યાં ફ્યુઅલ પેમેન્ટના વિવાદમાં ફસાતા એક હિંદુ કર્મચારીને કાર નીચે કચડીને મારી નાખવામાં આવ્યો. આ ઘટના 17 જાન્યુઆરી 2026ના રોજ સવારે લગભગ 4:30 વાગ્યે ગોલાંડા મોર વિસ્તારમાં આવેલી કરીમ ફિલિંગ સ્ટેશન પર બની હતી. પીડિતનું નામ રિપોન સાહા (30 વર્ષ) છે, જે પેટ્રોલ પંપ પર કર્મચારી તરીકે કામ કરતા હતો.

પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, એક કાળી લેન્ડ ક્રુઝર SUVમાં આવેલા ગ્રાહકે લગભગ 5,000 ટાકા (આશરે 3,710 ભારતીય રૂપિયા)નું ફ્યુઅલ ભરાવ્યું હતું. ત્યારબાદ ડ્રાઈવર પેમેન્ટ કર્યા વિના જ વાહનને લઈને જવા માંગતો હતો. રિપોનએ વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો અને તેની આગળ ઉભો રહ્યો. આ દરમિયાન વાહનના ચાલકે રિપોન ઉપર જ કાર ચઢાવી દીધી અને ઘટનાસ્થળેથી રફ્ફુચક્કર થઇ ગયો, જેના કારણે રિપોન ત્યાં જ જીવ ગુમાવી બેઠો.

આ ઘટનાના આરોપી તરીકે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના પૂર્વ નેતા અને તેની યુવા વિંગ જુબો દલના સભ્ય અબુલ હાશેમ તથા ડ્રાઈવર કમલ હોસૈનની ઓળખ કરવામાં આવી છે. પોલીસે અબુલ હાશેમની ધરપકડ કરી લીધી છે અને તેમની વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવાની તૈયારી કરી રહી છે. રાજબારી સદર પોલીસના વડા ખોન્ડકર ઝિયાઉર રહેમાને જણાવ્યું કે, "કર્મચારીએ પેમેન્ટ વિના જતા વાહનને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આરોપીઓ એને કચડીને ભાગી ગયા."

બાંગ્લાદેશમાં અલ્પસંખ્યક હિંદુઓ પર થતા હુમલાઓ સતત વધતા જાય છે. તાજેતરમાં જ કાલીગંજ વિસ્તારમાં એક હિંદુ વેપારીને માર મારવામાં આવ્યો હતો અને કાઝીપુર જિલ્લામાં 60 વર્ષીય હિંદુ વ્યક્તિ લીટોન ચંદ્ર ઘોષની નાના વિવાદમાં હત્યા કરવામાં આવી હતી. આવી ઘટનાઓથી હિંદુ સમુદાયમાં ભયનું વાતાવરણ ફેલાયું છે.

પોલીસ તપાસમાં CCTV ફૂટેજની મદદ લેવામાં આવી રહી છે, જેમાં ઘટનાના દ્રશ્યો કેપ્ચર થયા છે. આ ઘટના અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત: મુંબઈની હોસ્પિટલમાં કરાયા દાખલ

RAYMOND ગ્રુપના માલિક ગૌતમ સિંઘાનિયાનો અકસ્માત

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો: અમેરિકી ફાઈટર જેટ્સને લેન્ડિંગની મંજૂરી આપવાનો કર્યો ઈનકાર

ઈરાન-અમેરિકા જંગ વચ્ચે શ્રીલંકાનો ડોનાલ્ડ ટ્રમ્પને ઝટકો

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ: શું ઈરાન સામે જમીન પર યુદ્ધ થશે? જાણો સંપૂર્ણ માહિતી

USS Tripoli સાથે અમેરિકાની હોર્મુઝ તરફ આગેકૂચ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ: અમે વાત કરવા માગીએ છીએ પણ...: ટ્રમ્પ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાબ્દિક યુદ્ધ

હવામાન વિભાગની મોટી આગાહી: 17 રાજ્યોમાં વરસાદ અને વાવાઝોડાનું સંકટ, ગુજરાતની શું છે આગાહી

હવામાન વિભાગની મોટી આગાહી

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં: બહેરીનના રાજા સાથે પીએમ મોદીની મહત્વપૂર્ણ ચર્ચા

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવથી ભારત ચિંતામાં

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ: કાબુલના મેડિકલ સેન્ટર માટે દવાઓનો જથ્થો રવાના

અફઘાનિસ્તાન પર પાકિસ્તાની હુમલા બાદ ભારતની મોટી મદદ

ચોંકાવનારો ખુલાસો: ગુજરાતમાં ભરઉનાળે કેમ પડી રહ્યો છે આટલો ભયાનક વરસાદ? 1000 KM લાંબી સિસ્ટમ પાછળ શું છે હકીકત?

ચોંકાવનારો ખુલાસો

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!: પશ્ચિમ બંગાળથી આવ્યો કોલ, જાસૂસી અને હત્યાની ધમકીથી સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ કેન્દ્રીય મંત્રીને અપાઇ મારી નાખવાની ધમકી!

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!: અજાણી વ્યક્તિની આપેલી વસ્તુ ખાધી તો લૂંટાઈ જશો

રેલવેમાં મુસાફરી કરો છો તો સાવધાન!
Play Video

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!: રૂપાળી મહિલા તબીબને ટાર્ગેટ બનાવતો યુવક, ક્લિનિકમાં જતા જ બધા કપડાં ઉતારી દેતો

બીમારીનું કહી લેડી ડોક્ટરોને ગુપ્તાંગ બતાવી તપાસવાનું કહેતો!

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા: લોકો ઘર છોડીને ભાગ્યા, જાણો હવે શું થશે?

ભારતમાં ભૂકંપના બે જોરદાર ઝટકા

"પ્લીઝ પાણી આપી દો...": સિંધુ જળ સંધિ પર પાકિસ્તાનની UNમાં વિનંતી, ભારતે પાકિસ્તાનને આતંકવાદ પર લગાવી ફટકાર

"પ્લીઝ પાણી આપી દો..."

President Droupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજના લીધા આશીર્વાદ, 'રાધે-રાધે' ના નાદ સાથે થયું ભવ્ય સ્વાગત

President Droupadi Murmu
Play Video

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો: હાઈફા ઓઈલ રિફાઈનરી થઈ રાખ, તેલ કિંમતોમાં ભારે વધારાની આશંકા

ઈરાને ઈઝરાયલ પર કર્યો ભયંકર હુમલો
Play Video

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!: આગામી ત્રણ દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે ચેતવણી! જાણો ક્યાં કેટલી અસર?

દેશભરમાં વરસાદ અને વાવાઝોડાનો ખતરો!

આજે 20 માર્ચ: વિશ્વ ચકલી દિવસ, જાણો આજના દિવસની મહત્વની ઘટનાઓ

આજે 20 માર્ચ

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?: યુદ્ધની સ્થિતિમાં આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને ઈરાનની સત્તા અંગે જાણો વિગતવાર

સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ પર કોનો છે અસલી હક?

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર: મિડલ ઈસ્ટના એરબેઝ પર વિમાનનું કરાયું ઈમરજન્સી લેન્ડિંગ

અમેરિકાનું અત્યાધુનિક F-35 ફાઈટર જેટ ઈરાની હુમલાનો બન્યું શિકાર
Play Video

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?: સંરક્ષણ મંત્રાલયે સંસદીય સમિતિ સમક્ષ રજૂ કર્યો વિગતવાર અહેવાલ

ભારતીય સેનાના ત્રણેય પાંખના વિલીનીકરણથી ક્યારે બનશે થિયેટર કમાન્ડ?