Home Health-lifestyle Atrocities Against Men In The World This Country

પુરુષો પર થતા અત્યાચારના ડરામણા આંકડા : આ દેશમાં પુરુષો પર થાય છે સૌથી વધુ અત્યાચાર

પુરુષો પર થતા અત્યાચારના ડરામણા આંકડા
Published by: OBS Bureau
Last Updated: Dec 12, 2024, 07:43 AM IST

Atrocities Against Men: હાલમાં જ બેંગલુરુના એક એન્જિનિયરે પત્નીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. જાણો દુનિયાના કયા દેશમાં પુરુષો પર સૌથી વધુ અત્યાચાર થાય છે.


બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષે તેની પત્ની અને સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યા કરતા પહેલા અતુલ સુભાષે લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવીને પોસ્ટ કર્યો હતો. તો આ સિવાય તેમણે 24 પાનાની સુસાઈડ નોટ પણ લખી છે. સોશિયલ મીડિયા પર હવે અતુલ સુભાષને ન્યાય આપવાની માંગ ઉઠી છે. અતુલ સુભાષની આત્મહત્યાએ કાયદો અને વ્યવસ્થા અને સમાજના પુરુષો પ્રત્યેના બેવડા વલણને ઉજાગર કર્યું છે.


અતુલ સુભાષ પર તેમની પત્ની દ્વારા ઘણા ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા હતા. તેમજ તેમને એટલી હદે મજબૂર કરવામાં આવ્યો કે આટલું ખતરનાક પગલું ભર્યું. આ કેસ બાદ સોશિયલ મીડિયા પર પુરુષો પર થતા અત્યાચારને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ભારતમાં આ પહેલો કિસ્સો નથી, આ પહેલા પણ અનેક પુરુષોએ આવી રીતે ત્રાસ સહન કરીને આત્મહત્યા કરી છે. આવો તમને જણાવીએ કે, દુનિયાના કયા દેશમાં પુરુષો પર સૌથી વધુ અત્યાચાર થાય છે.


આ લીસ્ટમાં ભારતનું સ્થાન

ભારતીય બંધારણની કલમ 14 બધાને સમાન અધિકાર આપે છે. પરંતુ ભારતમાં ઘણા કિસ્સામાં આવું થતું નથી. ઉદાહરણ તરીકે, જો આપણે કાયદો અને વ્યવસ્થાની વાત કરીએ તો પોલીસ અને ન્યાયતંત્ર પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ મહત્વ આપે છે અને આના ઘણા પુરાવા છે. જો આપણે લેટેસ્ટ ઉદાહરણની વાત કરીએ તો બેંગલુરુના એન્જિનિયર અતુલ સુભાષ હાલમાં દેશમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયા છે. મહિલાઓ પણ તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહી છે.


પરંતુ મામલો આ સ્થિતિ સુધી પહોંચ્યો તેમાં કાનૂન વ્યવસ્થા જ્યૂડિશનરી, અને સામાજિક વ્યવસ્થાનું પુરુષો પ્રત્યેનું સંવેદનશીલ વલણ છતું કરે છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનના સંશોધન મુજબ ભારતમાં 52.4% પુરૂષો તેમના જીવનના અમુક તબક્કે ઘરેલુ હિંસાનો ભોગ બન્યા છે. તેમાંથી અંદાજે 49% પુરુષો માનસિક સતામણીનો શિકાર બન્યા છે. જ્યારે 6% શારીરિક હિંસાનો ભોગ બન્યા છે.


પશ્ચિમી દેશોના આંકડા પણ આશ્ચર્યજનક

બ્રિટનની ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર ઈંગ્લેન્ડમાં ઘરેલુ હિંસાનો ભોગ બનેલા દર ત્રણમાંથી એક પુરુષ છે. ઘરેલું શોષણના કુલ કેસોમાં 25% પુરૂષો ભોગ બનેલા જોવા મળે છે. એટલું જ નહીં દુનિયાની સુપર પાવર અમેરિકામાં પણ આ મામલો ઓછો નથી. અમેરિકામાં 44% પુરૂષો તેમના જીવનના અમુક તબક્કે ઘરેલુ હિંસાનો ભોગ બન્યા છે.


દુનિયાના સૌથી સુખી દેશ ગણાતા ફિનલેન્ડમાં પણ પુરુષો પર અત્યાચારના કિસ્સાઓ સામે આવ્યા છે. ફિનલેન્ડમાં, ઘરેલું હિંસાના કુલ કેસોમાંથી 31% પુરુષો પીડિત હોવાનું જાણવા મળ્યું છે. ભૂટાનમાં વર્ષ 2023માં 778 કેસ નોંધાયા હતા. જેમાંથી 69 મેલ પીડિતો હતા.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now