ભારતમાં એર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ રહી છે, જ્યાં ઉત્તર પ્રદેશના જેવરમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ (IATA કોડ: DXN, ICAO કોડ: VIND) એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ 1,334 હેક્ટર જમીન પર ફેલાયેલો છે અને તેમાં 6 રનવે, 5 લાખ વાર્ષિક એર ટ્રાફિક મૂવમેન્ટ અને 1 લાખ ચોરસ ફૂટની ટર્મિનલ સ્પેસનો સમાવેશ થાય છે. આ એરપોર્ટ વાર્ષિક 22 કરોડથી વધુ મુસાફરોને હેન્ડલ કરવાની ક્ષમતા ધરાવશે, જે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરની ભીડને ઘટાડશે અને NCR તથા ઉત્તર પ્રદેશમાં સસ્તી અને સુગમ હવાઈ મુસાફરીને પ્રોત્સાહન આપશે.
મળતી માહિતી અનુસાર, પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં રૂ.29,561 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ઝ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ AG અને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ જેવી કંપનીઓની ભાગીદારી છે. 2026ની શરૂઆતમાં પહેલા ફેઝની કામગીરી શરૂ થશે અને 2050 સુધીમાં તમામ 4 ફેઝ પૂર્ણ થશે. આ એરપોર્ટ માત્ર હવાઈ કનેક્ટિવિટી જ નહીં, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને રોજગારીમાં પણ ક્રાંતિ લાવશે – અહીં MRO (મેન્ટેનન્સ, રિપેર અને ઓવરહોલ) સુવિધા પણ વિકસાવવામાં આવશે, જેથી વિમાનોના રિપેર માટે વિદેશ મોકલવા નહીં પડે. જો કે, વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાનું સૌથી મોટું એરપોર્ટ સાઉદી અરેબિયાના દમ્મામમાં આવેલું કિંગ ફહદ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે, જે 776 ચોરસ કિમીમાં ફેલાયેલું છે. આ લેખમાં અમે આ પ્રોજેક્ટની વિગતો, ખાસિયતો અને ફાયદાઓ વિશે વિસ્તારથી જાણીશું.
આની ખાસિયત
નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લાના જેવર વિસ્તારમાં આવેલું છે, જે દિલ્હી-NCRને જોડે છે. આ લોકેશન તેને યમુના એક્સપ્રેસવે અને અન્ય મુખ્ય હાઈવે સાથે કનેક્ટ કરે છે, જેથી મુસાફરોને સરળ પહોંચ મળે. તેની ખાસિયતની વાત કરીએ તો,
6 રનવે અને 22 કરોડ મુસાફરોની ક્ષમતા
વિસ્તાર: 1,334 હેક્ટર જમીન પર ફેલાયેલું
રનવે: 6 રનવે (ફેઝ-1માં 2, પછી વધુ)
ટ્રાફિક: વાર્ષિક 5 લાખ એર ટ્રાફિક મૂવમેન્ટ
ટર્મિનલ: 1 લાખ ચોરસ ફૂટની વિશાળ ટર્મિનલ સ્પેસ
મુસાફરો: વાર્ષિક 22 કરોડથી વધુ મુસાફરો હેન્ડલ કરવાની ક્ષમતા (ફેઝ-1માં 1.2 કરોડ)
PPP મોડલ પર ઝ્યુરિખ અને ટાટા પ્રોજેક્ટ્સની ભાગીદારી
આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડલ પર વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (NIAL) મુખ્ય છે. ઝ્યુરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલ AG (ઓપરેટર) અને ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ (કન્સ્ટ્રક્શન પાર્ટનર) જેવી આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કંપનીઓની ભાગીદારી છે.
2026માં પહેલો ફેઝ, 2050 સુધીમાં પૂર્ણ
પ્રોજેક્ટને 4 ફેઝમાં વહેંચવામાં આવ્યો છે. 2026ની શરૂઆતમાં ફેઝ-1 શરૂ થશે, જેમાં 2 રનવે અને 1.2 કરોડ મુસાફરોની ક્ષમતા હશે. બાકીના ફેઝ 2050 સુધીમાં પૂર્ણ થશે, જેમાં તમામ 6 રનવે અને સંપૂર્ણ ક્ષમતા કાર્યરત થશે.
રૂ.29,561 કરોડનું વિશાળ રોકાણ
આ પ્રોજેક્ટમાં કુલ રૂ.29,561 કરોડનું રોકાણ કરવામાં આવી રહ્યું છે, જેમાં ટર્મિનલ, રનવે, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ રોકાણ PPP મોડલ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આપણને શું ફાયદો?
એર કનેક્ટિવિટી: દિલ્હી IGI એરપોર્ટ પરની ભીડ ઘટશે, NCR અને યુપીમાં સસ્તી અને વધુ વિમાનો મળશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર: રિયલ એસ્ટેટ, લોજિસ્ટિક્સ અને કોમર્સને બુસ્ટ મળશે, રોજગારીની તકો વધશે.
MRO સુવિધા: થોડા વર્ષોમાં વિમાનોનું મેન્ટેનન્સ અને રિપેર અહીં જ થશે, વિદેશ મોકલવા નહીં પડે.





















