Home Sports Asia Cup Squad Announcement Bcci Stops Reporter No Questions On Pakistan Ajit Agarkar

BCCIએ અજીત અગરકરને જવાબ આપતા કેમ અટકાવ્યા?? : બહાર આવ્યું મોટું કારણ

BCCIએ અજીત અગરકરને જવાબ આપતા કેમ અટકાવ્યા??
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 12:55 PM IST

એશિયા કપ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે એશિયા કપ ટીમની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રિપોર્ટર પાકિસ્તાન સંબંધિત પ્રશ્ન કરતા મુખ્ય પંસદગીકાર અજીત અગરકરને અટકાવ્યા હતા.

સવાલ પર જવાબ આપતા અગરકરને અટકાવ્યા

એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત કરતા સમયે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પાકિસ્તાન સંબંધિત એક પ્રશ્નનો જવાબ આપતા અટકાવવામાં આવ્યા હતા. મુંબઈમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન, અગરકર બોલવા જતા સમયે BCCIના અધિકારીએ દરમિયાનગીરી કરીને બોલતા અટકાવ્યા હતા.

5 ખેલાડીને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા

અજિત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ એશિયા કપ 2025 માટે 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ જાહેરાત કરી છે. જેમાં ધ્રુવ જુરેલને વિકેટકીપર વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલ અગાઉ મુખ્ય ટીમનો ભાગ હતો, પરંતુ જીતેશ શર્માએ IPL 2025 માં સારું પ્રદર્શનના કારણે મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું છે. ઓપનર યશસ્વી જયસ્વાલને બીજા ખેલાડી તરીકે જોવામાં આવે છે. શુભમન ગિલની ટીમમાં વાપસીને કારણે સિલેક્ટર્સે યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પર રાખ્યો છે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણાને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે.

એશિયા કપ માટે ભારતીય ટીમ

સુર્યકુમાર યાદવ(કપ્તાન), શુભમન ગિલ(ઉપ કપ્તાન), અભિષેક શર્મા, સંજુ સેમસન(વિકેટકીપર), તિલક વર્મા, હાર્દિક પંડયા, રીન્કુ સિંહ, જીતેશ શર્મા(વિકેટકીપર), અક્ષર પટેલ, શિવમ દૂબે, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, હર્ષિત રન, જસપ્રીત બુમરાહ, અને અર્શદીપ સિંહ.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now