Home Sports Asia Cup 2025 These 5 Players Will Go To Uae Despite Not Getting Entry In Team India

Asia Cup 2025; ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ન મળી છતા UAE જશે આ 5 ખેલાડી : સિલેક્ટર્સે કેમ આપી મોટી તક?

Asia Cup 2025; ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી ન મળી છતા UAE જશે આ 5 ખેલાડી
Published by: OBS Bureau
Last Updated: Aug 19, 2025, 12:04 PM IST

Asia Cup 2025

ACC એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જ્યાં 15 સભ્યોની ટીમમાં કેટલાક ખેલાડીઓને તક મળી નથી. આ ખેલાડીઓએ T20 ફોર્મેટમાં સારું પ્રદર્શન કરીને પોતાને સાબિત કર્યા છે, છતાં તેને મુખ્ય ટીમમાં તક મળી શકી નથી.ભારતીય સિલેક્ટર્સે 5 સ્ટેન્ડબાય ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા છે. આ બધા ખેલાડીઓ ટીમમાં ન હોવા છતાં પણ UAE જશે.

અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન કમિટીએ એશિયા કપ 2025 માટે 5 સ્ટેન્ડબાય ખેલાડીઓની પણ જાહેરાત કરી છે. જેમાં ધ્રુવ જુરેલને વિકેટકીપર વિકલ્પ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. ધ્રુવ જુરેલ અગાઉ મુખ્ય ટીમનો ભાગ હતો, પરંતુ જીતેશ શર્માએ IPL 2025 માં સારું પ્રદર્શનના કારણે મુખ્ય ટીમમાં સ્થાન મળ્યું છે. ઓપનર યશસ્વી જયસ્વાલને બીજા ખેલાડી તરીકે જોવામાં આવે છે. શુભમન ગિલની ટીમમાં વાપસીને કારણે સિલેક્ટર્સે યશસ્વી જયસ્વાલને સ્ટેન્ડબાય પર રાખ્યો છે. ફાસ્ટ બોલિંગની વાત કરીએ તો પ્રસિદ્ધ કૃષ્ણાને પણ સ્ટેન્ડબાય પર રાખવામાં આવ્યો છે.

5 સ્ટેન્ડબાય ખેલાડીઓના નામ પણ જાહેર કર્યા

ભારતીય સિલેક્ટર્સે મુખ્ય ટીમમાં ફક્ત 3 સ્પિન ઓપ્શન રાખ્યા છે. જેના કારણે સ્ટેન્ડબાયમાં 2 નામો જોવા મળી રહ્યા છે. સારા પ્રદર્શન પછી પણ વોશિંગ્ટન સુંદરને સ્ટેન્ડબાય તરીકે રાખવામાં આવ્યો છે. વોશિંગ્ટન સુંદર ઈંગ્લિશ ટીમ સામેની T20 સિરીઝમાં પણ ટીમનો ભાગ હતો. ઈજાને કારણે લાંબા સમયથી બહાર રહેલા રિયાન પરાગને પણ સ્ટેન્ડબાય ખેલાડી તરીકે તક મળી છે. પરંતુ આ બધા ખેલાડીઓને મુખ્ય ટીમમાં ત્યારે જ તક મળશે જ્યારે કોઈ ઈજાને કારણે ટીમની બહાર હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now