Home Sports Asia Cup 2025 Search Begins For Team Indias Leading Sponsor

Asia Cup 2025: ટીમ ઈન્ડિયાના લીડિંગ સ્પોન્સરની શોધ શરૂ : આ કંપનીઓ છે રેસમાં

Asia Cup 2025: ટીમ ઈન્ડિયાના લીડિંગ સ્પોન્સરની શોધ શરૂ
Published by: OBS Bureau
Last Updated: Aug 24, 2025, 10:55 AM IST

ટીમ ઈન્ડિયાના લીડિંગ સ્પોન્સર Dream11 તેના કરારની વચ્ચેથી જ ખચી જવું પડેશે. કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે એક નવું સંકટ ઊભું થયું છે. એશિયા કપ 2025 (Asia Cup 2025) શરૂ થવામાં હવે ફક્ત થોડા જ અઠવાડિયા બાકી છે ત્યારે નવો સ્પોન્સર શોધવો એ એક મોટો પડકાર છે. અને સાથે જ મેન્સ નેશનલ ટીમની જર્સી ફરીથી તૈયાર કરવી પડશે.

Dream11 નો કરાર પૂરો થવાનું મુખ્ય કારણ ભારતીય સંસદમાં 'ઓનલાઈન ગેમિંગના પ્રચાર અને નિયમન વિધેયક, 2025' (Promotion and Regulation of Online Gaming Bill, 2025) નું પસાર થવું છે. આ નવો નિયમ અસલી પૈસાવાળા ગેમિંગ પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકે છે. મળતી માહિતી અનુસાર BCCI પાસે ઘણા વિકલ્પો છે, કારણ કે ઘણી કંપનીઓ સ્પોન્સરશિપ મેળવવા માટે લાઈનમાં હોય છે. આ કંપનીઓ અલગ-અલગ સેક્ટર્સની છે.

ટાટા ગ્રુપ

ભારતમાં ઓટોમોબાઈલ અને FMCG સેક્ટર ઘણા પ્રભાવશાળી ક્ષેત્રોમાંના એક છે. ખાસ કરીને, ટાટા ગ્રુપ (Tata Group) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નો વર્તમાન સ્પોન્સર પણ છે. કેટલીક ઓટોમોબાઈલ અને FMCG કંપનીઓ ટીમ ઈન્ડિયાનો સ્પોન્સર બનવાની તકનો લાભ લેવાનો પ્રયાસ કરી શકે છે.

ફિનટેક કંપનીઓ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઝેરોધા (Zerodha), એન્જલ વન (Angel One) અને ગ્રોવ (Groww) જેવી ફિનટેક કંપનીઓએ છેલ્લા એક વર્ષમાં ગ્રાહકોનો મોટો આધાર બનાવ્યો છે. આ કંપનીઓ શેર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણની શક્તિ સામાન્ય લોકોના હાથમાં લાવી છે, અને માનવામાં આવે છે કે તે પોતાનો દાવો રજૂ કરી શકે છે.

રિલાયન્સ અને અદાણી ગ્રુપ

રિલાયન્સ (Reliance) અને અદાણી ગ્રુપ (Adani Group) જેવા મોટા બિઝનેસ ગ્રુપ પણ Dream11 ના બહાર નીકળ્યા પછી ટીમ ઈન્ડિયાની સ્પોન્સરશિપ માટે દાવો રજૂ કરી શકે છે. આ બંને ગ્રુપ પહેલાથી જ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને મહિલા પ્રીમિયર લીગ (WPL) માં રોકાણ કરી ચૂક્યા છે. આ તેમના માટે ભારતીય ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોકાણ કરવાની સુવર્ણ તક હોઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now