Asha Bhosle Wealth: ભારતીય સંગીત જગતની પ્રખ્યાત ગાયિકા આશા ભોંસલેનું 12 એપ્રિલ 2026ના રોજ 92 વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. તેમના પુત્ર આનંદ ભોંસલેએ આ માહિતીની પુષ્ટિ કરી હતી. તેમના અવસાનથી સમગ્ર દેશમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. સાત દાયકાથી વધુની અદ્ભુત કારકિર્દીમાં આશા ભોંસલેએ 20 થી વધુ ભાષાઓમાં 12,000થી વધુ ગીતો ગાઈને વિશ્વ રેકોર્ડ સર્જ્યો હતો. તેઓ માત્ર પ્લેબેક સિંગર જ નહીં, પરંતુ સફળ ઉદ્યોગસાહસિક પણ હતા. તેમણે sv પોતાના સંગીત, રેસ્ટોરન્ટ વ્યવસાય અને રોકાણો દ્વારા વિશાળ સંપત્તિ બનાવી હતી. આશા ભોંસલેની કુલ સંપત્તિ (નેટ વર્થ)મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આશા ભોંસલેની કુલ સંપત્તિ ₹80 કરોડથી ₹100 કરોડની વચ્ચે હતી.
આ સંપત્તિના મુખ્ય સ્ત્રોત આ પ્રમાણે હતા
સંગીત અને રોયલ્ટી: 12,000થી વધુ ગીતો, લાઇવ કન્સર્ટ્સ, આંતરરાષ્ટ્રીય પ્રવાસો અને ડિજિટલ સ્ટ્રીમિંગ-રેડિયો રોયલ્ટી.
રેસ્ટોરન્ટ વ્યવસાય: દુબઈ, કુવૈત, યુકે સહિત વિવિધ દેશોમાં 'આશા' નામની લોકપ્રિય રેસ્ટોરન્ટ ચેઈન.
સંપત્તિ અને રોકાણ: મુંબઈના પોશ વિસ્તારોમાં કરોડોના ફ્લેટ અને બંગલા, વિવિધ બ્રાન્ડ્સ સાથેના જોડાણ.
લક્ઝરી આઈટમ્સ: ઓડી સહિતની લક્ઝરી કારો અને મોતી-હીરાના ભવ્ય
દાગીનાનો સંગ્રહ.
તેમણે પોતાની સંપત્તિનો એક ભાગ સામાજિક કાર્ય અને દાનમાં પણ વાપર્યો હતો.
અમૂલ્ય વારસો
સંપત્તિ કરતાં વધુ મહત્વનો તેમનો અવાજ અને સંગીતનો વારસો છે. તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ, પદ્મ વિભૂષણ જેવા સર્વોચ્ચ સન્માનોથી નવાજવામાં આવ્યા હતા. તેમના ગીતો આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. આશા ભોંસલે શૂન્યથી ટોચ સુધી પહોંચનારી પ્રતિભાનું જીવંત ઉદાહરણ હતા. તેમની યાદો અને સંગીત હંમેશા અમારી સાથે રહેશે.





