Home Entertainment Asha Bhosle Hospitalized Pm Modi Reaction Health Update Gujarati

પીઢ ગાયિકા Asha Bhosle નું 92 વર્ષની વયે નિધન : સંગીત જગતમાં શોક નો માહોલ, આવતી કાલે થશે અંતિમ યાત્રા

Asha Bhosle suddenly admitted to hospital, PM Modi expresses concern
Play Video
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 12, 2026, 07:50 AM IST

ભારતીય સંગીત જગત માટે આજે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલિવૂડના દિગ્ગજ અને સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન(Asha Bhosle Passed Away) થયું છે. દાયકાઓ સુધી પોતાના મધુર અવાજથી કરોડો લોકોના દિલ પર રાજ કરનાર આશાજીના નિધનથી સમગ્ર દેશમાં અને સંગીત પ્રેમીઓમાં શોકની લહેર છવાઈ ગઈ છે.

દાયકાઓ સુધી સંગીત ક્ષેત્રે આપેલું અતુલ્ય યોગદાન
આશા ભોંસલેએ તેમના લાંબા કરિયરમાં 12,000 થી વધુ ગીતો ગાયા છે. તેમણે માત્ર હિન્દી જ નહીં, પણ ઘણી પ્રાદેશિક ભાષાઓમાં પણ પોતાનો અવાજ આપ્યો હતો. ગીત-સંગીતની દુનિયામાં તેમને 'વર્સેટાઈલ સિંગર' માનવામાં આવતા હતા, કારણ કે તેમણે શાસ્ત્રીય સંગીતથી લઈને પોપ અને કેબરે ગીતો પણ તેટલી જ કુશળતાથી ગાયા હતા.

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ચેસ્ટ ઇન્ફેક્શનની સમસ્યાથી પીડાતા હતા, જેના કારણે તેમને ગઈ કાલે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે. તેમના નિધનથી સંગીત ક્ષેત્રે એક સુવર્ણ યુગનો અંત આવ્યો છે. મળતી માહિતી મુજબ, આવતી કાલે બપોરે 4 વાગે મુંબઈમાં તેમના નિવાસસ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળશે, જેમાં અનેક દિગ્ગજ હસ્તીઓ ઉમટી પડે તેવી શક્યતા છે.

સન્માન અને પુરસ્કારો

તેમના અદભૂત પ્રદાન બદલ ભારત સરકાર દ્વારા તેમને 'દાદાસાહેબ ફાળકે એવોર્ડ' અને 'પદ્મ વિભૂષણ' જેવા સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યા હતા. વિશ્વના સૌથી વધુ સ્ટુડિયો રેકોર્ડિંગ કરનાર કલાકાર તરીકે તેમનું નામ 'ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સ'માં પણ નોંધાયેલું છે.

તેમના નિધન પર વડાપ્રધાન, બોલિવૂડ હસ્તીઓ અને વિદેશી કલાકારોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. આશાજીનો અવાજ હંમેશા તેમના ગીતો દ્વારા અમર રહેશે.

સંગીત જગતનું મોટું નામ

આશા ભોંસલેએ 1943 માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી ફિલ્મોમાં હજારો ગીતો ગાયા છે અને તેમને 2000 માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ તેમજ 2008 માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા છે. સપ્ટેમ્બર 8, 2026 ના રોજ તેઓ 93 વર્ષના થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now