ભારતીય સંગીત જગતના દિગ્ગજ ગાયિકા આશા ભોસલેએ પોતાના અવાજથી માત્ર ચાહકોના દિલ જ નહોતા જીત્યા, પરંતુ વિશ્વ સ્તરે પણ મોટી સિદ્ધિઓ હાંસલ કરી હતી. વર્ષ 2011 માં ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા તેમને સત્તાવાર રીતે સંગીત ઇતિહાસમાં સૌથી વધુ રેકોર્ડિંગ કરનાર કલાકાર તરીકેની માન્યતા આપવામાં આવી હતી.
20 થી વધુ ભાષાઓમાં 12,000 ગીતોનો હતો રેકોર્ડ
આશાજીએ ભારતીય સિનેમામાં મુખ્યત્વે પ્લેબેક સિંગર તરીકે કામ કરતા 12,000 થી વધુ ગીતો રેકોર્ડ કર્યા હતા. તેમની આ સફર માત્ર હિન્દી પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ તેમણે 20 થી વધુ વિવિધ ભાષાઓમાં પોતાની ગાયકીનો જાદુ વિખેર્યો હતો. તેમની આ અદ્ભુત ક્ષમતાને કારણે જ 2009 માં વર્લ્ડ રેકોર્ડ્સ એકેડમીએ પણ તેમને સન્માનિત કર્યા હતા.





