Home Entertainment Aryan Khan Legal Trouble Bengaluru Pub Viral Video Middle Finger Complaint Police Investigation

શાહરૂખના પુત્ર આર્યન પર ફરી સંકટ : વાયરલ વીડિયાના આધારે નોંધાઈ ફરિયાદ

શાહરૂખના પુત્ર આર્યન પર ફરી સંકટ
Published by: OBS Bureau
Last Updated: Dec 06, 2025, 05:45 PM IST

શાહરૂખ ખાનનો દીકરો આર્યન ખાન ફરી એકવાર વિવાદોમાં ઘેરાયો છે. પહેલા ડ્રગ્સ કેસ અને હવે એક વાયરલ વીડિયોના કારણે આર્યન નવી મુશ્કેલીમાં મુકાયો છે. બેંગલુરુના એક પબમાં તેની એક હરકતને કારણે લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને હવે મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

શું છે આખો મામલો?

તાજેતરમાં આર્યન ખાનનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બેંગલુરુના એક પબમાં જોવા

મળ્યો હતો. આરોપ છે કે તેણે ત્યાં હાજર ભીડની વચ્ચે પબ્લિક ઈવેન્ટમાં કથિત રીતે 'મિડલ ફિંગર' (Middle Finger) બતાવી હતી. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર લોકો ભડક્યા હતા.

વકીલે નોંધાવી ફરિયાદ

સમાચાર એજન્સી ANI ના અહેવાલ મુજબ, વ્યવસાયે વકીલ એવા ઓવૈઝ હુસૈન એસ.એ બેંગલુરુ પોલીસ કમિશનર, ડીસીપી અને મહિલા આયોગ સમક્ષ ફરિયાદ નોંધાવી છે. તેમણે આર્યન ખાન વિરુદ્ધ જાહેરમાં અશ્લીલ ચેષ્ટા કરવા બદલ ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ FIR નોંધવાની માંગ કરી છે.

મહિલાઓના સન્માનનું અપમાન?

વકીલે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે:

  • જ્યારે આર્યન ખાને આ ચેષ્ટા કરી, ત્યારે પબમાં ઘણી મહિલાઓ પણ હાજર હતી.

  • આ કૃત્ય મહિલાઓની ગરિમાને ઠેસ પહોંચાડનારું છે.

  • જાહેરમાં લોકોને અસ્વસ્થ કરવા અને શરમાવવાનું આ કામ છે, જેનાથી બેંગલુરુની સ્વચ્છ છબી ખરડાઈ છે.

પોલીસે તપાસ શરૂ કરી

ફરિયાદ મળ્યા બાદ ડીસીપી હાકે અક્ષય મચ્છિન્દ્રએ જણાવ્યું છે કે સોશિયલ મીડિયા પોસ્ટ અને પબના ફૂટેજ એકઠા કરીને આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now