Home Gujarat Army Vehicle Accident In Dangs Saputara

ડાંગના સાપુતારામાં સૈન્યની ગાડીનો અકસ્માત : કપરા વળાંકો ઉતરતી વખતે ગાડી પલટી, 9 સૈનિક ઘાયલ

ડાંગના સાપુતારામાં સૈન્યની ગાડીનો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 08:49 AM IST

ડાંગ જિલ્લાના સાપુતારા ઘાટમાં સૈન્યની એક ગાડી પલટી જતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં 9 સૈનિકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ નાશિકથી જોધપુર તરફ જઈ રહેલી સૈન્યની તોપ સાથેની ટ્રક ઘાટના કપરા વળાંકોમાંથી ઉતરતી વખતે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં પલટી ગઈ હતી.

9 જવાનને ઈજાઓ પહોંચી

આ અકસ્માત સમયે ગાડીમાં કુલ 13 જવાન સવાર હતા, જેમાંથી 9 જવાનને ઈજાઓ પહોંચી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. ઘાયલ સૈનિકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

અકસ્માતના કારણે સાપુતારા ઘાટ માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વાહન પલટી જવાથી માર્ગ અવરોધાયો હતો, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ટ્રાફિક હળવો કરવા માટે કામગીરી હાથ ધરી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now