Home Entertainment Arijit Singh Net Worth And Fees Per Concert Details

ભારતના સૌથી મોંઘા સિંગર છે અરિજીત સિંહ : બે કલાકના પરફોર્મન્સ માટે વસૂલે છે કરોડો રૂપિયા, જાણો કેટલી છે તેની નેટવર્થ

ભારતના સૌથી મોંઘા સિંગર છે અરિજીત સિંહ
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2026, 05:47 PM IST

બોલિવૂડના સુપરહિટ પ્લેબેક સિંગર અરિજીત સિંહ પોતાની વ્યવસાયિક સફળતા છતાં ખૂબ જ સાદગીપૂર્ણ જીવન જીવવા માટે જાણીતા છે. કોઈપણ મોટા બ્રાન્ડની જાહેરાત કે વૈભવી ગાડીઓના પ્રદર્શન વગર તેઓ અત્યંત સાધારણ રીતે રહેવાનું પસંદ કરે છે. જ્યારે પણ તેઓ પોતાના વતનની મુલાકાતે જાય છે ત્યારે સામાન્ય સ્કૂટી પર થેલો લઈને નીકળતા જોવા મળે છે. તેમના પગમાં જોવા મળતી સાદી ચપ્પલ તેમની સાદગીની સાક્ષી પૂરે છે. જોકે આટલું સરળ જીવન જીવતા અરિજીત સિંહ વાસ્તવિક જીવનમાં અઢળક સંપત્તિના માલિક છે.

કરોડોમાં છે સિંગરની આવક

અરિજીત સિંહની કમાણીનો મુખ્ય સ્ત્રોત માત્ર ફિલ્મોમાં ગાયેલા ગીતો જ નથી પરંતુ તેમનો પોતાનો મ્યુઝિક સ્ટુડિયો પણ છે જેનું નામ Orion Music છે. આ સિંગર YouTube, Spotify અને Gaana જેવા વિવિધ ડિજિટલ પ્લેટફોર્મ્સ દ્વારા કરોડો રૂપિયાની કમાણી કરે છે.

તેઓ દેશ અને વિદેશમાં અનેક લાઈવ કોન્સર્ટ કરે છે અને રિપોર્ટ્સ મુજબ માત્ર ૨ કલાકના કાર્યક્રમ માટે તેઓ ૧૪ કરોડ રૂપિયા સુધીની ફી વસૂલે છે. આ સિવાય અન્ય નાના કે ખાનગી કાર્યક્રમોમાં પરફોર્મ કરવા માટે તેઓ ૨ કરોડ રૂપિયા ચાર્જ કરે છે. બોલિવૂડ અને ટોલિવૂડમાં એક ગીત ગાવા માટે તેઓ ૧૦ થી ૨૦ લાખ રૂપિયા લેતા હોય છે પરંતુ સોન્ગના રાઈટ્સ અને રોયલ્ટી ઉમેરવામાં આવે તો આ રકમમાં મોટો વધારો જોવા મળે છે. સોશિયલ મીડિયા અને સંગીતના પ્લેટફોર્મ પરથી પણ તેમને કરોડોની રોયલ્ટી મળતી રહે છે.

મ્યુઝિક ડાયરેક્ટર મોન્ટી શર્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અરિજીત એક શો માટે ૨ કરોડ રૂપિયા લે છે જ્યારે ગાયક રાહુલ વૈદ્યએ દાવો કર્યો હતો કે અરિજીત સિંહ બે કલાકના શો માટે ૧૪ કરોડ રૂપિયા લેતા હોય છે. રેપર રફ્તારે પણ એકવાર સંકેત આપ્યો હતો કે અરિજીત એક શોમાં એટલી કમાણી કરે છે કે તેમાંથી મુંબઈમાં ઘર ખરીદી શકાય છે.

અરિજીત સિંહની કુલ મિલકત

મૂર્શિદાબાદના એક નાના ગામમાંથી આવતા અરિજીત સિંહે અત્યાર સુધીમાં વિવિધ ભાષાઓમાં અંદાજે ૪૦૦ જેટલા ગીતો ગાયા છે. અનેક લાઈવ પરફોર્મન્સ અને પ્લેબેક સિંગિંગને કારણે તેમની નેટવર્થ ખૂબ જ ઊંચી છે. Live Mint ના રિપોર્ટ અનુસાર અરિજીત સિંહની કુલ નેટવર્થ આશરે ૪૧૪ કરોડ રૂપિયા છે. તેમની પાસે નવી મુંબઈમાં ૮ કરોડ રૂપિયાનું ઘર અને આશરે ૩.૪ કરોડ રૂપિયાની લક્ઝરી કાર્સનું કલેક્શન પણ છે જેમાં Range Rover અને Mercedes જેવી હાઈ એન્ડ બ્રાન્ડની ગાડીઓનો સમાવેશ થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now