Home Entertainment Arijit Singh Announces Retirement From Playback Singing News

અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની કરી જાહેરાત : ચાહકોને આંચકો આપતા કહ્યું કે 'હવે કોઈ નવો પ્રોજેક્ટ નહીં સ્વીકારું'

અરિજીત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 05:25 AM IST

બોલિવૂડના સુપરસ્ટાર સિંગર અરિજીત સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને સંગીત જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. અરિજીત સિંહે Instagram પર એક પોસ્ટ શેર કરીને સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે પછી ફિલ્મોમાં પ્લેબેક સિંગર તરીકે કોઈપણ નવા અસાઇનમેન્ટ સ્વીકારશે નહીં. આ સમાચાર સામે આવતા જ વિશ્વભરમાં ફેલાયેલા તેમના લાખો ચાહકોમાં નિરાશા જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર શેર કરી ભાવુક પોસ્ટ

અરિજીત સિંહે પોતાની Instagram પોસ્ટમાં લખ્યું હતું કે વર્ષો સુધી મને આટલો પ્રેમ આપવા બદલ આપ સૌનો આભાર માનું છું. હું આ સત્તાવાર જાહેરાત કરી રહ્યો છું કે હવેથી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ કામ નહીં લઉં. હું મારી આ સફરનો અહીં જ અંત લાવી રહ્યો છું. જોકે તેમણે ચાહકોને આશ્વાસન આપતા એ પણ જણાવ્યું હતું કે તેઓ સંગીત બનાવવાનું બંધ નહીં કરે. અરિજીત સિંહે સ્પષ્ટતા કરી હતી કે તેમના અત્યાર સુધીના બાકી રહેલા કમિટમેન્ટ્સ તેઓ ચોક્કસપણે પૂરા કરશે જેના કારણે આ વર્ષે તેમના કેટલાક નવા ગીતો સાંભળવા મળી શકે છે.

શા માટે લીધો નિવૃત્તિનો નિર્ણય?

Indian Express ના અહેવાલ મુજબ અરિજીત સિંહે નિવૃત્તિ પાછળના કારણો જણાવતા કહ્યું હતું કે આ નિર્ણય પાછળ કોઈ એક કારણ નથી પરંતુ ઘણી બાબતો જવાબદાર છે. તેમણે કબૂલાત કરી હતી કે તેઓ એક જ પ્રકારના કામથી ખૂબ જ જલ્દી કંટાળી જાય છે અને આ જ કારણે તેઓ સ્ટેજ પર પણ ગીતોના અરેન્જમેન્ટ બદલતા રહે છે. પોતાની જાતને સંગીતમાં જીવંત રાખવા માટે તેઓ કંઈક નવું કરવા માંગે છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે તેઓ હવે ફરીથી ભારતીય શાસ્ત્રીય સંગીત એટલે કે Indian Classical Music તરફ વળવા માંગે છે અને તે ક્ષેત્રમાં ઊંડાણપૂર્વક કામ કરવાની ઈચ્છા ધરાવે છે.

સેલેબ્સ અને ચાહકોની પ્રતિક્રિયા

આ જાહેરાત બાદ મ્યુઝિક ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સે પણ પ્રતિક્રિયા આપી છે. રેપર બાદશાહે તેમને સદીઓમાં એક ગણાવ્યા છે જ્યારે મ્યુઝિક કમ્પોઝર અમોલ મલિકે આ સમાચાર પર દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અરિજીત વગર ફિલ્મી સંગીત પહેલા જેવું ક્યારેય નહીં રહે. ચાહકો પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ ડિલીટ કરવાની વિનંતી કરી રહ્યા છે અને આ જાહેરાતને માત્ર એક મજાક સમજવાની કોશિશ કરી રહ્યા છે.

સફળતાથી ભરેલી સંગીત સફર

અરિજીત સિંહની કારકિર્દીની શરૂઆત 2005 માં રિયાલિટી શો ગુરુકુલથી થઈ હતી. ત્યારબાદ 2011 માં ફિલ્મ મર્ડર 2 ના ગીતથી તેમણે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પદાર્પણ કર્યું હતું. તુમ હી હો અને કેસરિયા જેવા અનેક સુપરહિટ ગીતો આપનારા અરિજીત સિંહને ૨ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળ્યા છે અને વર્ષ 2025 માં તેમને પદ્મશ્રી સન્માનથી પણ નવાજવામાં આવ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now