Home Gujarat Appointment Of Sandeep Sagale As The Chief Electoral Officer Of The State

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા : હરિત શુકલાની જગ્યા હવે સંદીપ સાગલેની નિમણૂક, ચૂંટણી પંચનું એલાન

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી બદલાયા
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 02:46 PM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજ્યમાં મહત્વપૂર્ણ વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે નવા અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. IAS સંદીપ જનાર્દનપંત સાગલે હવે રાજ્યના નવા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) તરીકે જવાબદારી સંભાળશે. તેઓ હરિત શુકલાની જગ્યાએ નિયુક્ત થયા છે.

ચૂંટણી પંચે નિમણૂક કરી

આ નિમણૂક Election Commission of India દ્વારા કરવામાં આવી છે. ચૂંટણી પંચે લોક પ્રતિનિધિત્વ અધિનિયમ, 1950ની કલમ 13-કની પેટા-કલમ (1) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને આ નિર્ણય લીધો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

અન્ય તમામ વર્તમાન હોદ્દા અને કાર્યભાર તાત્કાલિક અસરથી છોડવાના રહેશે!

નવી નિમણૂક અનુસાર સંદીપ સાગલેએ ગુજરાત સરકાર હેઠળ તેમના અન્ય તમામ વર્તમાન હોદ્દા અને કાર્યભાર તાત્કાલિક અસરથી છોડવાના રહેશે, જેથી તેઓ મુખ્ય ચૂંટણી અધિકારી તરીકેની જવાબદારી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરી શકે. રાજ્યમાં આવનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને પારદર્શક, નિષ્પક્ષ અને સુચારુ રીતે યોજવા માટે મુખ્ય ચૂંટણી અધિકારીની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોય છે. સંદીપ સાગલે હવે રાજ્યમાં મતદાર યાદી, ચૂંટણી આયોજન, સ્ટાફ નિમણૂક અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાની દેખરેખ રાખશે. આ ફેરફારને રાજ્યના ચૂંટણી તંત્રમાં નવી દિશા અને ગતિ આપનાર નિર્ણય તરીકે જોવામાં આવી રહ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now