Home Health-lifestyle Apply Aloevera Gel And Vitamin E Capsule For Good Skin

દમકતી ત્વચા માટે કરો આટલું : સુતા પહેલા ચહેરા પર લગાવો એલોવેરા જેલ અને આ મેજિકલ વસ્તુ

દમકતી ત્વચા માટે કરો આટલું
Published by: OBS Bureau
Last Updated: Jan 27, 2025, 05:45 PM IST

સૌ કોઈને સારી અને જવાન ત્વચા ગમે છે. અને જો તમારે સારી અને સ્વચ્છ ત્વચા જોઈતી હોય તો સુતા પહેલા તમારે માત્ર બે જ વસ્તુ તમારા ફેસ પર અપ્લાય કરવાનો છે. આ બે વસ્તુઓ છે એલોવીરા જેલ અને વિટામિન ઈની કેપ્સ્યુલ. આ બંને ત્વચા માટે ફાયદાકારક છે. આ બંનેને મળીને વાપરવાથી તમને અનેક ફાયદા મળી શકે છે. એટલે તમારે તેને રાત્રે સુતા પહેલા લગાવવાનું છે.

કેવી રીતે બનાવો ફેસપેક?
એક કટોરીમાં વિટામિન-ઈ કેપ્સ્યુલનું તેલ અને એક ચમચી એલોવેરા જેલ મિક્સ કરો. તેને સારી રીતે મિક્સ કરો અને ચહેરા પર લગાવોય. 20 થી 25 મિનિટ બાદ હુંફાળા પાણીથી ધોઈ લો. રાત્રે સુતા પહેલા ચહેરાને સાફ કરીને એક વિટામિન-ઈ કેપ્સ્યુલનું તેલ અને થોડું એલોવેરા જેલ મિક્સ કરીને લગાવો. આંખની નીચેની કાળી ત્વચાને ઓછી કરવા માટે રાત્રે સુતા પહેલા આંખ નીચે વિટામિન ઈ જેલ અને એલોવેરા જેલ લગાવ્યો.

આ વાતોનું ધ્યાન રાખો
વિટામિન ઈ કેપ્સ્યુલ અને એલોવેરા જેલનો ઉપયોગ કરતા પહેલા પેચ ટેસ્ટ જરૂરથી કરો.જો તમને કોઈ સામગ્રીથી એલર્જી છે તો તેનો ઉપયોગ નકરો. જો તમે ગર્ભવતી છો કે, ધાત્રી માતા છો તો તબીબોની સલાહ લો. સીધા તકડકામાં નિકળતા પહેલા તેનો ઉપયોગ ન કરો.વિટામિન ઇ ત્વચાને ભેજયુક્ત બનાવવામાં અને તેને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. તે ખરજવું, સોરાયસિસ જેવી ત્વચાની સમસ્યાઓ ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.એલોવીરા જેલ ત્વચાને શાંત કરે છે, બળતરા ઘટાડે છે અને ત્વચાને હાઇડ્રેટ રાખે છે. એલોવેરા જેલ ખીલ, બળતરા અને સન ટેન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now