Home Tech/Gadgets Apple Iphone 16e Launched With 6 1 Inch Oled Screen And Action Button Know Features And Price

APPLEએ લૉન્ચ કર્યો લેટેસ્ટ iPhone 16e : જાણો શું છે ખાસ

APPLEએ લૉન્ચ કર્યો લેટેસ્ટ iPhone 16e
Published by: OBS Bureau
Last Updated: Feb 20, 2025, 05:57 AM IST

એપલે પોતાનો નવો એન્ટ્રી લેવલ સ્માર્ટફોન iPhone 16e લોન્ચ કર્યો છે. આ આઈફોન 16 સિરીઝનું લેટેસ્ટ મોડલ છે, જેમાં 6.1 ઇંચની OLED સ્ક્રીન અને A18 ચિપ
આપવામાં આવી છે. નવા iPhone 16eમાં iPhone 15 Pro (2023) અને iPhone 16 સિરીઝ જેવી એપલ ઈન્ટેલિજન્સ સુવિધાઓ આપવામાં આવી છે. તેમાં 48 મેગાપિક્સલનો રિયર કેમેરા અને પ્રોગ્રામેબલ એક્શન બટન છે.

iPhone 16ના સ્પેસિફિકેશન્સ

ફોનમાં 6.1 ઇંચની સુપર રેટિના XDR OLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 2,532×1,170 પિક્સલ છે. ડિસ્પ્લે 60Hz રિફ્રેશ રેટ અને 800 નિટ્સની પીક બ્રાઇટનેસને સપોર્ટ કરે છે. સ્ક્રીનને મજબૂત કરવા માટે એપલ સિરામિક શીલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં 3nm A18 ચિપ આપવામાં આવી છે, જેનો ઉપયોગ પહેલા iPhone 16માં કરવામાં આવ્યો હતો. 512GB સુધી ઓનબોર્ડ સ્ટોરેજ સાથે આવે છે.

કેમેરા સેટઅપ
iPhone 16e ઓપ્ટિકલ ઈમેજ સ્ટેબિલાઇઝેશન (OIS) સાથે સિંગલ 48 એમપી કેમેરા સાથે આવે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 12 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા છે. તેમાં ફેસ આઈડી સપોર્ટ છે, ફોનમાં સ્ટીરિયો સ્પીકર્સ છે. કનેક્ટિવિટીમાં 5 જી, 4 જી LTE, WI-FI 6, બ્લૂટૂથ વી 5.3, NFC, GPSનો સમાવેશ થાય છે. આ ફોન સેટેલાઇટ દ્વારા એપલના ઈમર્જન્સી SOSને સપોર્ટ કરે છે. ફોનમાં યુએસબી ટાઇપ-સી પોર્ટ છે જે 18W વાયર્ડ ચાર્જિંગ અને 7.5 W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. આ ફોનનું વજન 167 ગ્રામ છે.

શું છે કિંમત
ભારતમાં iPhone 16eની કિંમત 128GB સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 59,900 રૂપિયા છે. 256GB વેરિએન્ટની કિંમત રૂ. 69, 900 અને 512 જીબી વેરિએન્ટની કિંમત રૂ. 89, 900 છે. ફોનનું પ્રી-ઓર્ડર 21 ફેબ્રુઆરી, 2025થી શરૂ થશે. તે જ સમયે, આ ફોનનું વેચાણ 28 ફેબ્રુઆરી 2025થી શરૂ થશે. કંપનીએ આ ફોનને બ્લેક અને વ્હાઇટ એમ બે કલર ઓપ્શનમાં લોન્ચ કર્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now