Home Tech/Gadgets Apple Faces Lawsuit Over Watch Bands Allegedly Containing Cancer Causing Forever

શું એપલ વૉચના બેન્ડ થઈ શકે છે કેન્સર? : રિસર્ચમાં ચોંકાવનારો ખુલાસો

શું એપલ વૉચના બેન્ડ થઈ શકે છે કેન્સર?
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2025, 06:31 AM IST

ટેક જાયન્ટ એપલની મુશ્કેલીઓ વધી શકે છે. કંપની પર આરોપ છે કે તેની વોચના બેલ્ટમાં ખતરનાક કેમિકલ હોય છે, જે કેન્સર સહિત અનેક બીમારીઓનું કારણ બની શકે છે. જોકે, કંપનીએ આ આરોપોને નકારી કાઢ્યા છે. આપને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા એવા અહેવાલો આવ્યા હતા કે સ્માર્ટવોચ સાથે આવતા સ્ટ્રેપમાં હાનિકારક PFHxA એસિડ હોય છે, જે કેન્સરનું કારણ બની શકે છે.

એપલ પર ગંભીર આરોપ
એપલના ઓશન, નાઇકી સ્પોર્ટ અને સ્પોર્ટ વોચ બેન્ડમાં મોટી માત્રામાં ખતરનાક પરફ્લુરોઆલ્કિલ અને પોલીફ્લોરોઆલ્કિલ પદાર્થો (PFAS) મળી આવ્યા છે. તેના કારણે કેન્સર, જન્મજાત ખામી અને વંધ્યત્વ જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ એવા કેમિકલ્સ છે, જે માનવ શરીર અને પર્યાવરણમાં સતત રહે છે. તેથી જ તેમને કાયમ માટે કેમિકલ્સ નામ આપવામાં આવ્યું છે.

એપલની સ્પષ્ટતા પૂરતી નથી
એપલે સ્પષ્ટતા આપી કે તેમની વૉચિસમાં સિન્થેટિક રબર ફ્લોરોઈલાસ્ટોમરમાંથી બનાવવામાં આવ્યા છે. તેમાં ફ્લોરિન હોય છે, પરંતુ કોઈ ખતરનાક PFAS રસાયણો નથી. કંપનીનું કહેવું છે કે ફ્લોરોઈલાસ્ટોમર સેફ છે અને તેને સ્વાસ્થ્યના ધોરણો અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે.

અનેક કંપનીઓ સામે આક્ષેપો કરવામાં આવ્યા હતા
ના માત્ર એપલ પણ ગૂગલ, સેમસંગ, અને ફિટબિટ જેવી ઘણી મોટી કંપનીઓની સ્માર્ટવોચનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. અને તેના બેન્ડ્સમાં PFHxAની વધુ માત્રા હોવાનું સામે આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now