Home Entertainment Anushka Sharmas Simple And Spiritual Look Captured The Hearts Of Fans At The Airport

મુંબઈ એરપોર્ટ પર અનુષ્કા-વિરાટની ભક્તિમય એન્ટ્રી : અનુષ્કા શર્માની તુલસી માળા અને બિંદીએ મચાવી ધૂમ! સિમ્પલ સ્ટાઇલથી જીતી લીધા ચાહકોના દિલ!

મુંબઈ એરપોર્ટ પર અનુષ્કા-વિરાટની ભક્તિમય એન્ટ્રી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Feb 16, 2026, 01:24 PM IST

Mumbai Airport Anushka-Virat: તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સાથે જોવા મળ્યા, જ્યાં અનુષ્કાના સાદા પણ આકર્ષક લુકે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી. અનુષ્કાએ ગળામાં તુલસીની માળા અને કપાળ પર બિંદી સાથે સફેદ ફ્લોરલ પ્રિન્ટનું સૂટ અને મેચિંગ દુપટ્ટો પહેર્યો હતો, જેના કારણે તેણીનો લુક ખૂબ જ ભક્તિભર્યો અને સુંદર લાગ્યો. વિરાટ કોહલીએ પણ સિમ્પલ અને સ્ટાઇલિશ લુક અપનાવ્યો હતો – બેજ ટી-શર્ટ, બ્લેક ટ્રાઉઝર અને સનગ્લાસ સાથે તેઓ હેન્ડસમ દેખાઈ રહ્યા હતા. વિરાટ અનુષ્કાનો હેન્ડબેગ લઈને ચાલતા જોવા મળ્યા, જ્યારે અનુષ્કા તેમની પાછળ-પાછળ હતી. આ વીડિયો અને તસવીરો હવે વાયરલ થઈ રહી છે.

ચાહકોની પ્રતિક્રિયાઓ

ચાહકોની પ્રતિક્રિયાઓમાં ઘણા લોકોએ અનુષ્કાની તુલસી માળા અને બિંદીને જોઈને કહ્યું કે આ દંપતી કદાચ વૃંદાવન અથવા કોઈ મંદિરની મુલાકાત લઈને પરત ફર્યા છે. કેટલાકે લખ્યું, "અનુષ્કા ખૂબ જ સુંદર લાગે છે" અને "પાવર કપલનો સિમ્પલ લુક અદ્ભુત છે!" આ લુકે ચાહકોના દિલ જીતી લીધા છે. વિરાટ અને અનુષ્કાની લવ સ્ટોરી પણ ખાસ છે – 2013માં એક એડ સેટ પર મળ્યા, પછી પ્રેમ થયો અને 2017માં ઇટાલીમાં ખાનગી લગ્ન કર્યા. તેમના બે બાળકો છે – પુત્રી વામિકા (2021) અને પુત્ર અકય (2024). આ દંપતી હંમેશા પોતાના પરિવાર અને ખાનગી જીવનને પ્રાધાન્ય આપે છે. આ સિમ્પલ અને ભક્તિભર્યા અંદાજે ફરી એકવાર સાબિત કર્યું કે સાદગીમાં જ સાચી સુંદરતા છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now