Home International Aniruddhasinh Jadeja Will Surrender Today Parrot Sorathia Case

અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરશે : પોપટ સોરઠિયા હત્યા કેસમાં છે આરોપી, જાણો વિવાદ

અનિરુદ્ધસિંહ જાડેજા આજે સરેન્ડર કરશે
Published by: OBS Bureau
Last Updated: Sep 18, 2025, 07:21 AM IST

Parrot Sorathia Murder Case: પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને ગુજરાત હાઇકોર્ટ તરફથી મોટો ઝટકો મળ્યો હતો. અનિરુદ્ધ સિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને સજા માફી અંગેના સરકારના નિર્ણયને ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો, સાથો સાથ 4 સપ્તાહમાં સરેન્ડર કરવાનો પણ હુકમ કર્યો. જેના પગલે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી. જેની સુનાવણી હાથ ધરાઈ હતી, તે દરમિયાન નિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત અપાઈ ન હતી. ત્યારે આજે તેઓ સરેન્ડર કરશે તેવી વિગતો સામે આવી છે, તો બીજી તરફ આ સમયે જ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે છે.

પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર થશે!

પાપ્ત માહિતી મુજબ અનિરુદ્ધસિંહ જાડેજા આજે બપોરે જૂનાગઢ જેલમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં સરેન્ડર કરી શકે છે. અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ તેમની ધરપકડ થઈ શકે તેવી પણ શક્યતા છે.

વિવાદિત નિર્ણયને કોર્ટે ફગાવ્યો હતો

અગાઉ તત્કાલીન જેલના ADGP ટી એસ બિષ્ટ દ્વારા વર્ષ 2018માં જૂનાગઢ જેલ અધિકારીઓને પત્ર લખી અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાનો વિવાદિત નિર્ણય કરવામાં આવ્યો હતો. જો કે, આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી તે નિર્ણયને ફગાવી દીધો હતો.

પોપટ સોરઠીયાના પૌત્રએ અરજી કરી હતી

મૃતક પોપટ સોરઠીયાના પૌત્ર હરેશ સોરઠીયાએ આ વિવાદિત મુક્તિના નિર્ણય સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં જણાવાયું હતું કે, ''દોષિતે માત્ર 18 વર્ષ જેલવાસ ભોગવ્યો હોવા છતાં તેને ગેરકાયદે રીતે મુક્ત કરી દેવામાં આવ્યો હતો''.

જાણો કેસ

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પોપટભાઇ સોરઠિયાની વર્ષ 1988મા ધ્વજવંદન કાર્યક્રમમાં જ સરાજાહેરમાં ગોળીઓ મારીને હત્યા કરવામાં આવી હતી. જેમાં ટાડા એકટ હેઠળ સજા પામેલા અનિરુદ્ધસિંહ જાડેજા ઉર્ફે અનિરુદ્ધસિંહ રીબડાને 2018માં સજા માફી આપવો સરકારે નિર્ણય લીધો હતો, જે મામલાને પડકારતી રિટ હાઈકોર્ટમાં કરવામાં આવી હતી

વિવાદોમાં ઘેરાયેલા છે અનિરુદ્ધસિંહ જાડેજા

અમિત ખૂંટ આત્મહત્યા કેસ મામલે હાલ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેનો પુત્ર રાજદીપસિંહ જાડેજા વિવાદોમાં ઘેરાયેલા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધની અસર હવે સીધી ભારતીય ગ્રાહકોના ખિસ્સા પર
અમેરિકાના શસ્ત્રાગારમાં મિસાઈલોની અછત વર્તાઈ
પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળા વધુ વિકરાળ બની
બાળકો માટે 'જોખમી' છે ફેસબુક-ઇન્સ્ટાગ્રામ?
ઈઝરાયેલનો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રહાર