Home Gujarat An Incident Occurred At A National School Similar To A Seventh Day School In Ahmedabad

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ નેશનલ સ્કૂલ બહાર બની ઘટના : સ્કૂલ બહાર એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થી પર કર્યો જીવલેણ હુમલો, ચેતવતો મામલો!

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી જ નેશનલ સ્કૂલ બહાર બની ઘટના
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 08:25 AM IST

Ghatlodia National School : અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલની ઘટનાની યાદ તાજી થાય તેવી વધુ એક ચિંતાજનક ઘટના સામે આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી નેશનલ સ્કૂલ બહાર એક વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીઓ દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘાટલોડિયાની નેશનલ સ્કૂલ બહાર ધોરણ 10ના નિખિલ પટેલ નામના વિદ્યાર્થીને અન્ય કેટલાક વિદ્યાર્થીઓએ કડુ, લાકડીઓ અને પટ્ટાવડે માર માર્યો હતો. આ ઘટનામાં વિદ્યાર્થીને ઈજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો છે

અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના!

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, કેટલાક યુવકો શાળા બહાર આવીને વિદ્યાર્થી પર અચાનક હુમલો કર્યો હતો. આ હુમલામાં વિદ્યાર્થીને કડુ વાગ્યા હોવાની વિગતો સામે આવી છે, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘાટલોડિયા પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે અને હુમલાખોરોની ઓળખ તેમજ હુમલાના કારણો જાણવા પ્રયાસ કરી રહી છે.

સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા

પ્રાથમિક રીતે આ હુમલો અદાવતના કારણે કરવામાં આવ્યો હોવાનું લાગી રહ્યું છે. સેવન્થ-ડે સ્કૂલમાં અગાઉ બનેલી ઘટનાના થોડા સમય બાદ જ શાળા બહાર ફરી એકવાર વિદ્યાર્થી પર હુમલો થવાથી શહેરમાં સ્કૂલોની સુરક્ષા વ્યવસ્થા અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈ વધુ તપાસ શરૂ કરી છે અને જવાબદાર યુવકો સામે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now