Home Gujarat Amul Dairy Gcmmf Election Result Ashok Chaudhary Mehsana Rajkot

GCMFFના નવા ચેરમેનની જાહેરાત : અશોક ચૌધરી બન્યા GCMFFના નવા ચેરમેન, દૂધિયા રાજકારણમાં મહેસાણા અને રાજકોટનો દબદબો

GCMFFના નવા ચેરમેનની જાહેરાત
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 22, 2025, 08:56 AM IST

અશોક ચૌધરી બન્યા GCMFFના નવા ચેરમેન

આગામી અઢી વર્ષ માટે અશોક ચૌધરીની વરણી

ગૌરધન ધામેલિયાની વાઈસ ચેરમેન તરીકે પસંદગી કરાઈ

મહેસાણા અને રાજકોટનો દબદબો જોવા મળ્યો

GCMMF ના નવા ચેરમેન બન્યા અશોક ચૌધરી

અશોક ચૌધરી દૂધસાગર ડેરીના ચેરમેન છે

વાઇસ ચેરમેન તરીકે ગોરધન ધામેલિયા ચૂંટાયા

Breaking News: ગુજરાતમાં દૂધિયા રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. આજે યોજાયેલી ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મહેસાણા અને રાજકોટનો દબદબો જોવા મળ્યો. ખાસ કરીને મહેસાણા દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીને અઢી વર્ષ માટે GCMMFના ચેરમેન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનમાં અઢી વર્ષ માટે ચેરમેન અને વાઈસ ચેરમેનની નિમણૂંક કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છેકે, અશોક ચૌધરી છેલ્લા ચાર વર્ષથી મહેસાણાની દૂધસાગર ડેરીના ચેરમેન છે. ભાજપ સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે. મહેસાણા જિલ્લા ભાજપમાં મહામંત્રી રહી ચૂક્યા છે. મહેસાણા નગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રહી ચૂક્યા છે. તેઓ વિપુલ ચૌધરી જૂથ સામે લડત ચલાવી દૂધસાગર ડેરીમાં ચેરમેન બન્યા હતા.તાજેતરમાં લાફા કાંડને લઇને અશોક ચૌધરી ચર્ચામાં આવ્યા હતા.

મત આપનારા સંઘોના નામઃ

આજના મતદાતાઓમાં મુખ્યત્વે આ ડેરી ચેરમેનનો સમાવેશ થાય છે:

શામળ પટેલ (સાબર ડેરી)

શંકર ચૌધરી (બનાસ ડેરી)

વિપુલ પટેલ (અમૂલ ડેરી, આણંદ)

અશોક ચૌધરી (દૂધસાગર ડેરી, મહેસાણા)

વલમજી હુબલ (સરહદ ડેરી, કચ્છ)

અને અન્ય 13 ડેરી સંઘના ચેરમેન

1973માં ડૉ. વર્ગીસ કુરિયન દ્વારા સ્થપાયેલી GCMMF આજ રોજ માત્ર ગુજરાત નહીં પરંતુ સમગ્ર ભારતમાં દૂધના ઉત્પાદકો માટે રોજગારી અને નફાકારક વિતરણનું મોટું માધ્યમ બની ચૂક્યું છે. GCMMF "અમૂલ" બ્રાન્ડના માધ્યમથી દૂધ અને દૂધ ઉત્પાદનોનું વિતરણ કરે છે, અને તેનું વાર્ષિક ટર્નઓવર હજારો કરોડમાં પહોંચે છે. વર્ષોથી GCMMFના નેતૃત્વમાં ઉત્તર ગુજરાતના દૂધસાગર, સાબર, બનાસ અને આણંદ ડેરીઓનું દબદબો રહ્યું છે. નવા ચેરમેનની પસંદગીમાં પણ આ સંગઠનોની ભૂમિકા નિર્ભર ગણાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now