Kalki 2 Amitabh Bachchan look: સુપરસ્ટાર અમિતાભ બચ્ચને 'Kalki 2898 AD'ની હાઈલી એન્ટિસિપેટેડ સિક્વલ 'Kalki 2' નું શૂટિંગ ઔપચારિક રીતે શરૂ કરી દીધું છે. તેઓ હાલ હૈદરાબાદમાં ફિલ્મના સેટ પર વ્યસ્ત છે અને તેમણે પોતાના બ્લોગ પરથી આ ખુશખબર શેર કરી છે. આ સાથે જ તેઓએ સેટ પરથી કેટલાક બીટીએસ ફોટા પણ પોસ્ટ કર્યા છે, જેમાં તેઓ કમલ હાસન સાથે ગળે મળતા જોવા મળે છે.

અમિતાભ બચ્ચન ફરીથી અશ્વત્થામાની ભૂમિકામાં
આ બે દિગ્ગજ અભિનેતાઓ લગભગ 40 વર્ષ પછી એકસાથે કામ કરી રહ્યા છે. છેલ્લી વખત તેઓ 1985માં ફિલ્મ 'ગિરફ્તાર'માં સાથે જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું છે, "અને મહાન કમલ હાસનને મળ્યા... અમે લાંબા સમય પછી સાથે કામ કરીશું... છેલ્લે 'ગિર્ફ્તાર'માં." તેમણે બંનેના હગનો ફોટો શેર કરીને આનંદ વ્યક્ત કર્યો છે. આ વખતે અમિતાભ બચ્ચન ફરીથી અશ્વત્થામાની ભૂમિકામાં જોવા મળશે. તેમણે પોતાના લુકના ફોટા પણ શેર કર્યા છે, જે ફિલ્મના ફેન્સને બહુ ઉત્સાહિત કરી રહ્યા છે.

'Kalki 2898 AD' 2024માં બ્લોકબસ્ટર બની
'Kalki 2898 AD' 2024માં બ્લોકબસ્ટર બની હતી, જેમાં પ્રભાસ, દીપિકા પાદુકોણ, કમલ હાસન અને દિશા પટણી જેવા સ્ટાર્સ હતા. ચાહકો લાંબા સમયથી સિક્વલની રાહ જોઈ રહ્યા હતા.આ દરમિયાન, અમિતાભ બચ્ચને પોતાના રવિવારના પરંપરાગત ફેન મીટ (જલસા બહાર)માં ન આવી શક્યા, કારણ કે તેઓ શૂટિંગ માટે હૈદરાબાદમાં હતા. તેમ છતાં ચાહકો ત્યાં પહોંચી ગયા હતા. બિગ બીએ બ્લોગમાં લખ્યું, "મેં તેમને કહ્યું હતું કે આ રવિવારે આવી શકીશ નહીં... પણ તેઓ આવી ગયા. ખાતરી કરવા માટે." તેમણે એક ક્યુટ કૂતરાનો ફોટો પણ શેર કર્યો અને લખ્યું, "પહેલા કામ, પછી આરામ."
આ શૂટિંગની શરૂઆતથી જ ફિલ્મના ફેન્સમાં ખૂબ ઉત્સાહ છે. આગામી રવિવારે બિગ બી ફરીથી ચાહકોને મળવાની આશા વ્યક્ત કરી છે. 'કલ્કી 2'ની રિલીઝ અંગે હજુ સત્તાવાર જાહેરાત બાકી છે, પરંતુ આ અપડેટ્સથી લાગે છે કે ફિલ્મ ઝડપથી આગળ વધી રહી છે!




















