Home Entertainment Amitabh Bachchan Might Be Part Of Kumbh

મહાકુંભમાં મહાનાયક : સદીના મહાનાયક લેશે કુંભની મુલાકત, આ સ્ટાર્સ પણ સ્નાન મુલાકાત લઈ થશે પાવન

મહાકુંભમાં મહાનાયક
Published by: OBS Bureau
Last Updated: Jan 09, 2025, 05:30 PM IST

પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. 45 દિવસ ચાલનારા આ ઐતિહાસિક ધાર્મિક મેળામાં દેશ વિદેશની હસ્તીઓ મુલાકાત લેવાની છે. જેમાં રાજકીય, સામાજિક અને ધાર્મિક હસ્તીઓ સાથે બોલીવુડના સિતારાઓનો પણ સમાવેશ થાય છે.સદીના મહાનાયક અમિતાભ બચ્ચનને પણ કુંભ માટે ખાસ નિમંત્રણ આપવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું છે કે, તેઓ જરૂરથી કુંભની મુલાકાત લેશે. મહાનાયક અમિતાભ બચ્ચનને પરિવાર સાથે આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ ખાસ કામ માટે સીનિયર બચ્ચનને આમંત્રણ
સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને પણ પ્રયાગરાજ મહાકુંભ માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. એશિયાના સૌથી મોટા કેપી ટ્રસ્ટે અમિતાભ બચ્ચનને મહાકુંભ માટે આમંત્રણ મોકલ્યું છે, ટ્રસ્ટના પ્રમુખ ડૉ. સુશીલ સિંઘાએ જણાવ્યું છે કે અમિતાભ બચ્ચન પ્રયાગરાજની માટીના પુત્ર છે, અહીં વૈશ્વિક સનાતનીય મેળાવડો થઈ રહ્યો છે. આવી સ્થિતિમાં તેમને અહીં આવવા માટે આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

બચ્ચન પરિવારને માત્ર મહાકુંભ માટે જ નહીં પરંતુ કેપી ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવનારી શાળાના ભૂમિપૂજન માટે પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. ડૉ. સુશીલ સિન્હાએ જણાવ્યું કે અમિતાભ બચ્ચને થોડા વર્ષો પહેલા કેપી ટ્રસ્ટને કેટલાક પૈસા દાનમાં આપ્યા હતા, જેના બદલામાં તેમણે એક સ્કૂલ બનાવવાની વિનંતી કરી હતી અને તે જ સ્કૂલનો પાયો નાખવાની સાથે તેમને સાક્ષી બનવાનું આમંત્રણ મોકલવામાં આવ્યું હતું.

જણાવી દઈએ કે આ વખેત મહાકુંભમાં ન માત્ર સનાતની સંસ્કૃતિની સાથે ધર્મ અને આધ્યાત્મનો મેળો જોવા મળશે. પરંતુ સાથે સાથે બોલીવુડના કલાકારો પણ ત્રિવેણીમાં પુણ્યની ડૂબકી લગાવશે. જાણકારી પ્રમાણે અમિતાભ બચ્ચનની સાથે અભિષેક બચ્ચન, રણબીર કપૂર, રાખી સાવંત, શંકર મહાદેવન અને સોનૂ નિગમ પણ આ વખતે ત્રિવેણીની પાવન ધરા પર પહોંચશે. હેમા માલિની, આલિયા ભટ્ટ, આશુતોષ રાણા, રાજપાલ યાદવ, કૈલાશ ખેર, માલિની અવસ્થી અને મૈથિલી ઠાકુર સહિતના અન્ય કલાકારોને સંસ્કૃતિ વિભાગની તરફથી આમંત્રિત કરવામાં આવ્યા છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now