Home Gujarat Amit Shah Takes A Dig At Rahul Gandhi And Explains The Reasons For Congress Defeat

'રાહુલ બાબા અત્યારે તમે હારથી થાકી ના જાઓ...' : કેન્દ્રીય મંત્રી અમિત શાહએ રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કોંગ્રેસની હારના કારણો જણાવ્યા!

'રાહુલ બાબા અત્યારે તમે હારથી થાકી ના જાઓ...'
Published by: OBS Bureau
Last Updated: Dec 28, 2025, 08:53 AM IST

Amit Shah in Ahmedabad : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ ગુજરાતના પ્રવાસે આવ્યા, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં અનેક કાર્યક્રમોનું આયોજન છે. અમદાવાદના શેલામાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સના કાર્યક્રમમાં અમિતભાઈ શાહ હાજર રહ્યા હતા અને તબીબી ક્ષેત્ર સાથે જોડાયેલા વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું.

નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું

આ ઉપરાંત અમિતભાઈ શાહે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નાંખવામાં આવેલી નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કર્યું હતું. વૈષ્ણોદેવી સર્કલથી ઓગણજ, શીલજ અને શાંતિપુરા થઈને સનાથલ સુધી સાબરમતી નદી સુધીની નવી ટ્રંક મેઈન લાઈનનું લોકાર્પણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન નવા વણઝર પ્રોજેક્ટથી અસરગ્રસ્ત પરિવારોને સનદ પણ અર્પણ કરવામાં આવી હતી. અમિતભાઈ શાહના આ પ્રવાસને લઈને ભાજપ કાર્યકરો અને નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

'રાહુલ બાબાને સમજવાની ક્ષમતા મારીએ નથી કેમ કે...'

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહએ કહ્યું કે, 'રાહુલ ગાંધીએ આ બધી વાતો સમજવાની જગ્યાએ SIR સમજવામાં પડી ગયા છે જે એમનું કામ નથી. રાહુલ બાબા અત્યારે તમે હારથી થાકી ના જાઓ બંગાળ અને તમિલનાડુંમાં પણ હારવાનું છે નક્કી કરી રાખજો'. વધુમાં કહ્યું કે, '2029માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવાની છે એનું કારણ અમારી પાર્ટીના જે સિદ્રાંતો છે. અમે રામ મંદિર બનાવીએ તમે વિરોધ કરો, પાકિસ્તાન પર સર્જીકલ સ્ટ્રાઈક કરીએ તમે વિરોધ કરો, એર સ્ટ્રાઈક કરીએ તમે વિરોધ કરો તેમજ અમે કાશી મંદિર નવું બનાવીએ તમે વિરોધ કરો, 370 કલમ હટાવીએ તમે વિરોધ કરો અને કોમન સિવિલ કોડ લાવીએ તો તમે વિરોધ કરો છો. જનતાને જે ગમે છે તેનો જ તમે વિરોધ કરો છો ક્યાંથી તમને મત મળે ભાઈ..., પરંતુ રાહુલ બાબાને સમજાવવાની ક્ષમતા મારીએ નથી કેમ કે તેમને તેમના પક્ષવાળાએ સમજાવી શકતા નથી કો અમે તો વિરોધ પક્ષવાળા કેવી રીતે સમજાવી શકીએ'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now