Home Gujarat Ambalal Patel Predicts 10 Inches Of Rain

અંબાલાલ પટેલની 10 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી : 27 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી 'ભારે'!, આ વિસ્તારો થશે તરબોળ

અંબાલાલ પટેલની 10 ઇંચ વરસાદ ખાબકવાની આગાહી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 23, 2025, 11:16 AM IST

રાજ્યમાં વરસાદના વધુ એક રાઉન્ડને લઈ અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. આગામી 27 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન ગુજરાત રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદ પડી શકે છે. આ સમયગાળામાં રાજ્યમાં હવામાનની મોટી સિસ્ટમ સક્રિય બનશે, જેના પરિણામે અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે ''27 અને 28 જુલાઈનાં રોજ કેટલાક વિસ્તારોમાં ખૂબ જ ભારે વરસાદ પડવાની શક્યતા છે, જ્યાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે છે. આ વરસાદના કારણે કેટલાક વિસ્તારો તરબોળ થઈ શકે છે''.


ભારે વરસાદની આગાહી

ઉત્તર ગુજરાત, જેમાં ખાસ કરીને અરવલ્લી અને આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદના કારણે નદી-નાળા અને તળાવો છલકાઈ શકે છે. ભરૂચ, મહીસાગર, વડોદરા, અરવલ્લી અને કચ્છ જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે કરી છે. જેના કારણે ખેતી પર અસર થઈ શકે છે. ખેતરો ઉભરાઈ જાય એવો વરસાદ પડશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે''.


પવન સાથે વરસાદની આગાહી

અંબાલાલ પટેલે વરસાદની સાથે પવનની ઝડપ વધુ હોવાની આગાહી કરી છે. જેના કારણે જનજીવન ઉપર અસર પડી શકે છે. અત્રે જણાવીએ કે, ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદે અત્યારે વિરામ લીધો છે. જો કે, હવે ફરી મેઘરાજા ધબધબાટી બોલાવે તેવી આગાહી કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now