Home Entertainment Amazom Prime Patallok2 Teaser Is Out

ડર, સસ્પેન્સ, થ્રિલનો ડોઝ તૈયાર : પાતાલ લોક- 2નું ધમાકેદાર ટીઝર, જયદીપની ધાંસૂ એક્ટિંગ ઉડાવશે હોશ

ડર, સસ્પેન્સ, થ્રિલનો ડોઝ તૈયાર
Published by: OBS Bureau
Last Updated: Jan 03, 2025, 11:15 AM IST




પાતાલ લોક 2નું દમદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. લાંબા ઈંતઝાર બાદ લોકોની પસંદ બનેલી સિરીઝ પાતાલ લોકની નવી સિઝન આવી રહી છે. જેનું ટીઝર રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે. જયદીપ અહલાવતનો ટીઝરમાં ધાંસૂ અંદાજ જોવા મળી રહ્યો છે. સીરિઝના હીરો હાથી રામ ચૌધરીના કિરદારમાં જયદીપ અહલાવત અદ્ભૂત લાગી રહ્યા છે.ટીઝરમાં જોવા મળે છે કે, જયદીપે પાતાલ લોક જવા માટે લિફ્ટ પકડી છે અને જેમ જેંમ તે નીચે જાય છે તેમ તેનામાં મોટા ફેરફારો જોવા મળે છે.


ટીઝર મચાવી રહ્યું છે ધૂમ

લિફ્ટમાં ચડતા સમયે જયદીપ અહલાવત એકદમ શાર્પ અને ડેશિંગ લૂકમાં જોવા મળી રહ્યા છે. તેણે પેન્ટ શર્ટ અને જેકેટ પહેર્યા છે. વાળ પર એકદમ સરસ છે. લિફ્ટમાં ઘુસતાની સાથે જ જયદીપ એક કહાની શરૂ કરે છે અને શરૂ થાય છે રોમાંચક સફર.તે ગામમાં રહેતા એક વ્યક્તિની વાત કરે છે. જે કીડાને મારીને હીરો બને છે અને બાદમાં તેના ઘરમાં હજારો કીડાઓ આવી જાય છે. આ વચ્ચે આપણો હીરો બોલે છે કે, શું તમે વિચાર્યું કે જો તમે એક જંતુને મારી નાખ્યું, તો તે બધું સમાપ્ત થઈ ગયું? પાતાળલોકમાં આવું થતું નથી.


ક્યારે થશે રિલીઝ?

આ ક્રાઈમ ડ્રામા સીરિઝ 17 જાન્યુઆરી, 2025થી પ્રાઇમ વીડિયો પર પ્રીમિયર થશે.ભારતની સાથે 240થી વધુ દેશોમાં આ સીરિઝ રિલીઝ થવાની છે.એમાં પણ તેમા ટીઝરને જોઈને તો લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. કારણ સીરીઝ ખૂબ જ રોમાંચક હશે તેવું લાગી રહ્યું છે. ચાહકો તો આશા રાખી રહ્યા છે કે, સિઝન 1 કરતા પણ સિઝન 2 વધારે ધમાકેદાર હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now