Home Health-lifestyle Almonds And Walnuts Together Continuously 21 Days Immunity Booster Healthy Heart

બદામ-અખરોટના ફાયદા : આ ડ્રાયફ્રુટને એક સાથે ખાવાથી મળશે ગજબના ફાયદા, હાર્ટ સહિતની સમસ્યા રહેશે દૂર

બદામ-અખરોટના ફાયદા
Published by: OBS Bureau
Last Updated: Dec 10, 2024, 07:11 AM IST

Almonds Walnuts Benefits: શિયાળામાં ડ્રાયફ્રૂટ ખાવાથી તમારા શરીર અને મન બન્ને માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી સ્થિતિમાં જો તમે તમારા આહારમાં બદામ અને અખરોટનો સમાવેશ કરો છો, તો તે શરીરમાં ઘણા પોષક તત્વોની કમીને દૂર કરવામાં મદદ કરી શકે છે. બદામમાં વિટામીન E, પ્રોટીન, ચરબી અને ફાઈબર ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે ફાઈબર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ અને વિટામિન B6 હોય છે. મોટાભાગના લોકો બદામ અને અખરોટ અલગ-અલગ ખાય છે. પરંતુ જો તમે શિયાળામાં બદામ અને અખરોટને એકસાથે ખાઓ તો તેના ઘણા ફાયદા થઈ શકે છે. આવો જાણીએ સતત 21 દિવસ સુધી બન્નેને સાથે ખાવાથી શું ફાયદા થાય છે?

ઈન્યૂનિટીમાં થશે વધારો

બદામ અને અખરોટમાં મળતા તમામ વિટામિન અને મિનરલ્સ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ ખાવાથી તમે દિવસભર એનર્જીથી ભરપૂર રહી શકો છો. દરરોજ બદામ અને અખરોટ ખાવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જે તમને ઘણી બીમારીઓથી બચાવે છે અને તમારા શરીરને હેલ્ધી રાખે છે.

હૃદય રહે છે હેલ્ધી

શરીરને સ્વસ્થ રાખવા માટે હાર્ટનું હેલ્ધી રહેવું ખૂબ જ જરૂરી છે. આ માટે તમે દરરોજ તમારી ડાઈટમાં બદામ અને અખરોટનો સમાવેશ કરી શકો છો. બદામ અને અખરોટમાં પોટેશિયમ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો તમે રોજ બદામ અને અખરોટ એકસાથે ખાઓ છો તો તમે હૃદયની બીમારીઓથી બચી શકો છો. આ સાથે તમારું બ્લડ સુગર લેવલ અને કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

ડાઈજેશન સિસ્ટમ રહે છે હેલ્ધી

જો તમે પણ ડાઈજેશનની સમસ્યાથી પરેશાન છો, તો તમે બદામ અને અખરોટથી આ સમસ્યાને દૂર કરી શકો છો. બદામ અને અખરોટમાં ફાઈબર હોય છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. તે આંતરડાને પણ હેલ્ધી રાખે છે. પાચનતંત્રને સ્વસ્થ રાખવા માટે તમે દરરોજ સવારે પલાળેલી બદામ અને અખરોટ ખાઈ શકો છો.

આ રીતે ડાઈટમાં કરો સામેલ

આરોગ્ય નિષ્ણાતોના જણાવ્યા અનુસાર બદામ અને અખરોટની પ્રકૃતિ ખૂબ જ ગરમ હોય છે. તેથી તેને હંમેશા પલાળીને ખાવા જોઈએ. આ માટે થોડી બદામ અને અખરોટને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખો અને સવારે ખાલી પેટ તેનું સેવન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે બદામ અને અખરોટની છાલ ઉતાર્યા પછી ખાઓ, કારણ કે છાલ તેમના પોષક તત્વોને શોષવા દેતી નથી.

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. OFFBeat આની પુષ્ટિ કરતું નથી.


Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now