Home Entertainment Allu Arjun Starrer Pushpa Actor Fahadh Faasil Not Intested To Be Part Of Triquel

પુષ્પા-3માં નહિં જોવા મળે સુપર વિલન ફાફા? : આ એક્ટર ભજવશે વિલનનું પાત્ર!

પુષ્પા-3માં નહિં જોવા મળે સુપર વિલન ફાફા?
Published by: OBS Bureau
Last Updated: Dec 30, 2024, 06:58 AM IST

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાનો સૌથી મોટો વિલન એસપી ભંવર સિંહ શેખાવત હવે ત્રીજા ભાગમાં જોવા નહીં મળે. આ મામલે મળતી માહિતી અનુસાર, અભિનેતા પોતાના રોલથી ખુશ નથી. આવી સ્થિતિમાં, આગામી ભાગમાં અલ્લુ અર્જુન સાથે સ્પર્ધા કરવા માટે નવા વિલનની એન્ટ્રી કરાવી પડે એવી સ્થિતિ સર્જાઈ છે. અલ્લુ અર્જુન સ્ટારર ફિલ્મ પુષ્પા 2: ધ રૂલ રિલીઝ થઈ ત્યારથી જ બોક્સ ઓફિસ પર જોરદાર પરફોર્મન્સ કરી રહી છે. આ ફિલ્મની કમાણીની જો વાત કરીએ તો પુષ્પા વરુણ ધવનની બેબી જ્હોનને પણ આગળ વધવા નથી દેતી.


ફિલ્મે 1000 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આટલી મોટી સફળતા બાદ હવે ચાહકો 'પુષ્પા 3: ધ રેમ્પેજ' માટે ઉત્સાહિત છે. પરંતુ જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ફિલ્મનો સૌથી ખતરનાક વિલન ફહાદ ફાસિલ ત્રીજા પાર્ટનો ભાગ બનવા માંગતો નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફહાદ તેના પાત્રથી ખુશ નથી અને તે ત્રીજા ભાગમાં તેના રોલને રિપીટ કરવા માંગતો નથી.

પુષ્પાના બંને ભાગમાં, ફહાદે એસ.પી ભંવર સિંહ શેખાવતની ભૂમિકા ભજવીને પોતાના અભિનયથી દર્શકોને પ્રભાવિત કર્યા. પરંતુ બીજા ભાગમાં નવા વિલનની એન્ટ્રીથી ત્રીજા ભાગમાં ફહાદની શક્યતા ઓછી થઈ ગઈ છે. પુષ્પા 2 ના અંતમાં એક નવા વિલનની છબી જોવા મળી હતી. સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવા અહેવાલો છે કે પુષ્પા 3માં વિજય દેવરાકોંડાને નવા વિલન તરીકે લાવી શકે છે. જો કે આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

તમને જણાવી દઈએ કે, પુષ્પા 2 ના શૂટિંગ દરમિયાન એવા અહેવાલો સામે આવ્યા હતા કે એક્ટર ફહાદ પોતાના રોલથી ખુશ નથી. ફિલ્મમાં પણ તેને અલગ રાખવામાં આવ્યો હતો. કદાચ એટલે જ એક્ટર અલ્લુ અર્જુન સાથે ફિલ્મના પ્રમોશનમાં પણ જોવા મળ્યો ન હતો. જો કે, ફહાદ અને મેકર્સે આ સમગ્ર મામલે કોઈ સ્પષ્ટતા કરી નથી. એવી અપેક્ષા છે કે, ફહાદ પુષ્પાના આગામી ભાગમાં જોવા મળશે.

નોંધનિય છે કે, ફહાદ ફાસીલની ગણતરી મહાન કલાકારોમાં થાય છે. આગામી દિવસોમાં અભિનેતા ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'ધ ઇડિયટ્સ ઓફ ઈસ્તાંબુલ'માં તૃપ્તિ ડિમરી સાથે જોવા મળશે. જેની સત્તાવાર જાહેરાત ખુદ ડાયરેક્ટરે કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now