Home Entertainment Ajith Kumar Porsche Car Crashes During Dubai 24 Hours Practice Race Watch Video

સાઉથ એક્ટરની કાર ક્રેશ : માંડ માંડ બચ્યો અભિનેતાનો જીવ, વીડિયો વાયરલ

સાઉથ એક્ટરની કાર ક્રેશ
Published by: OBS Bureau
Last Updated: Jan 08, 2025, 07:56 AM IST

Ajith Kumar: સિનેમા જગતમાંથી ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. ફેમસ એક્ટરની કારનો અકસ્માત સર્જાયો છે અને કાર લગભગ પલટી મારી ગઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ ચિંતિત છે અને અભિનેતા વિશે જાણવા માંગે છે. આ અકસ્માત ખૂબ જ ખતરનાક હોવા છતાં અભિનેતા ટૂંકમાં બચી ગયો.

રેસિંગના દિવાનો છે અજિથ
ફેમસ તમિલ સુપરસ્ટાર અજિથ કુમાર જેઓ રેસિંગના દિવાના છે, તેમની હાઇ સ્પીડ કાર દુબઈમાં અચાનક ડિવાઈડર સાથે અથડાઈ હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા આ ઘટનાના વીડિયોમાં જોઈ શકાય છે કે અજિથની કાર રેસ કરી રહી હતી અને તેજ સ્પીડમાં હોવાને કારણે તે અચાનક બેરિયર સાથે અથડાઈ હતી.

કારની ખરાબ હાલત
રિપોર્ટની માનીએ તો આ અકસ્માતમાં એક્ટરની પોર્શ 911 જીટી3 કપ કારને ખૂબ જ નુકસાન થયું હતું. વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે એક્ટરની કારનો આગળનો ભાગ ઉડી ગયો છે. નોંધનીય છે કે, એક્ટર અજિથ કુમાર 24H દુબઈ 2025 કાર રેસિંગ માટે તૈયાર છે. આમાં જોડાતા પહેલા અભિનેતા પ્રેક્ટિસ કરી રહ્યો હતો અને આ દરમિયાન તે 180ની સ્પીડથી કાર ચલાવી રહ્યો હતો.



સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ
ઉલ્લેખનીય છે કે, એક્ટર અજિથ કુમાર રેસિંગ ટીમના માલિક છે. અજિથ પોર્શ 992 ક્લાસમાં તેની ટીમના સાથી મેથ્યુ ડેટ્રી, ફેબિયન ડફીક્સ અને કેમેરોન મેકલિયોડ સાથે પણ ભાગ લેશે. જો કે, હવે જ્યારે તેમાં ભાગ લેતા પહેલા જ તેની સાથે આ અકસ્માત થયો, ત્યારે એક્ટરના ફેન્સ ચિંતિત જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો પર યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે અને એક્ટરનાહાલ ચાલ પુછી રહ્યા છે.

એક્ટિંગના કારણે ચર્ચામાં રહે છે અજિથ
જો કે, એક્ટરના ફેન્સે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે તે સ્વસ્થ છે. આ સિવાય અજિથની વાત કરીએ તો તે પોતાના કામને કારણે પણ હેડલાઇન્સમાં રહે છે. લોકો અજિથની એક્ટિંગના દિવાના છે અને તેને ખૂબ પસંદ કરે છે. માત્ર રોમાન્સ જ નહીં પણ અજિથ એક્શન હીરો પણ છે. આટલું જ નહીં પણ અજિથ એક અદભૂત કાર રેસર પણ છે.

ફોર્મ્યુલા એશિયા BMW ચેમ્પિયનશિપ
અજિથ કાર રેસિંગ માટે વિદેશ પણ ગયો છે, જેમાં દુબઈ ઉપરાંત જર્મની અને મલેશિયાનો સમાવેશ થાય છે. વર્ષ 2003માં અજિથે ફોર્મ્યુલા એશિયા BMW ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો. હવે તે તેની 24H દુબઈ 2025 કાર રેસિંગ માટે ચર્ચામાં છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now