Home Entertainment Ajay Devgns Drishyam 3 Promo Released

'Drishyam 3'નો પ્રોમો રિલીઝ : અજય દેવગનનો ધમાકેદાર કમબેક, જાણો કયારે આવશે ફિલ્મ સિનેમાઘરોમાં?

'Drishyam 3'નો પ્રોમો રિલીઝ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 23, 2025, 04:45 AM IST

Drishyam 3 promo release: અજય દેવગનની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'Drishyam'નો ત્રીજો ભાગ 'Drishyam 3'ની જાહેરાત થઈ ગઈ છે. સોમવારે 22 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલા પ્રોમોમાં વિજય સાલગાંવકરની પાવરફુલ વૉઇસઓવર સાથે સંદેશ આપવામાં આવ્યો છે કે "આખરી હિસ્સો બાકી છે". આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે, જે ફ્રેન્ચાઇઝી માટે ખાસ તારીખ છે.

પ્રોમોમાં પાછલા બે ભાગોની ઝલકો પણ દેખાડવામાં આવી

આ લગભગ 1 મિનિટ 13 સેકન્ડના પ્રોમોમાં અજય દેવગન વિજય સાલગાંવકરની ભૂમિકામાં પાછા ફર્યા છે. તેમની વૉઇસઓવરમાં કહેવામાં આવ્યું છે કે તેમના માટે પરિવાર જ સત્ય છે અને તેઓ પરિવારને બચાવવા માટે કોઈપણ હદે જઈ શકે છે. પ્રોમોમાં પાછલા બે ભાગોની ઝલકો પણ દેખાડવામાં આવી છે, જેમાં તબ્બુ અને શ્રેયા સરનના સીન્સ છે. વિજયનો પરિવાર હજુ પણ જૂની હત્યાના કેસમાંથી મુક્ત થયો નથી અને બિલાડી-ઉંદરનો ખેલ ચાલુ છે.

સ્ટાર કાસ્ટ

ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત તબ્બુ (IG મીરા દેશમુખ તરીકે), શ્રેયા સરન, ઈશિતા દત્ત, મૃણાલ જાધવ, રજત કપૂર અને અક્ષય ખન્ના જેવા કલાકારો મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં જોવા મળશે. દિગ્દર્શન અભિષેક પાઠકનું છે અને શૂટિંગ હાલમાં ચાલુ છે.

Drishyam ફ્રેન્ચાઇઝીની સફળતા: દ્રશ્યમ (2015): ₹62 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે ₹110 કરોડની કમાણી કરી અને સુપરહિટ રહી.

Drishyam 2 (2022): વિશ્વભરમાં ₹342 કરોડની કમાણી કરીને મોટી હિટ સાબિત થઈ.

હવે ચાહકો ઉત્સાહિત છે કે શું 'Drishyam 3'માં વિજય સાલગાંવકર ફરીથી પોલીસને છેતરીને પરિવારને બચાવી શકશે કે તબ્બુ તેને પકડી પાડશે. આ ફિલ્મ ફ્રેન્ચાઇઝીનો અંતિમ ભાગ હોવાનું કહેવાય છે, જેમાં નવો અનપેક્ષિત ટ્વિસ્ટ આવશે. ચાહકોનો ઉત્સાહ જોતા પ્રોમો ટૂંક સમયમાં જ મોટી વ્યૂઝ મેળવી રહ્યો છે!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now