Home International Airline Stable Again Normal Operations From December 9 Indigo Ceo Gave A Big Statement

“એરલાઇન ફરીથી સ્થિર, 9 ડિસેમ્બરથી ઓપરેશન નોર્મલ” : IndiGo CEO એ આપ્યું મોટું નિવેદન

“એરલાઇન ફરીથી સ્થિર, 9 ડિસેમ્બરથી ઓપરેશન નોર્મલ”
Published by: OBS Bureau
Last Updated: Dec 09, 2025, 12:32 PM IST

IndiGo Update: છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ડિગોમાં સર્જાયેલી મોટી ઓપરેશનલ અવ્યવસ્થાને કારણે હજારો મુસાફરોને ભારે મુશ્કેલી પડી હતી. હવે ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સે એક મહત્વનું વીડિયો સ્ટેટમેન્ટ જાહેર કરીને જણાવ્યું કે આજે હું અહીં શેર કરવા આવ્યો છું કે તમારી એરલાઇન ઇન્ડિગો ફરી તેના પગ પર આવી ગઈ છે, અને અમારી કામગીરી સ્થિર છે. તેમણે મુસાફરોને થયેલી અસુવિધા માટે દિલગીરતા વ્યક્ત કરી.

CEO પીટર એલ્બર્સે કહ્યું કે, “અમે તમને નિરાશ કર્યા અને તેનું અમને અત્યંત દુઃખ છે. હજારો લોકો વિવિધ કારણોસર મુસાફરી કરવા નીકળ્યા હતા પરંતુ કેન્સલેશનને કારણે તેમની યાત્રા અટકી ગઈ.” તેમણે કહ્યું કે સમગ્ર ટીમ સતત વોર-ફુટિંગ પર કામ કરી રહી છે.

મુસાફરો માટે લેવામાં આવેલા પગલા

  • stranded અને ડિલે થયેલા મુસાફરોને તેમની મંજિલે પહોંચાડવાનું પ્રથમ પ્રાથમિકતા રાખવામાં આવ્યું.

  • ત્યારબાદ ‘No Questions Asked’ પોલિસી હેઠળ લાખો મુસાફરોને રિફંડ આપવામાં આવ્યા અને આ પ્રક્રિયા ચાલુ છે.

  • એરપોર્ટમાં અટવાયેલ મોટાભાગના બેગ્સ પેસેન્જર્સના ઘેર મોકલી આપવામાં આવ્યા છે.

  • બાકી રહેલ લગેજ વહેલી તકે પહોંચાડી દેવામાં આવશે.

ફ્લાઇટ ઓપરેશન્સ ઝડપથી નોર્મલ

  • 5 ડિસેમ્બરે માત્ર 700 ફ્લાઇટ જ ઉડી શકી હતી, પરંતુ ત્યારથી સ્થિતિ સતત સુધરતી ગઈ

  • 6 ડિસેમ્બર: 1500 ફ્લાઇટ

  • 7 ડિસેમ્બર: 1650 ફ્લાઇટ

  • 8 ડિસેમ્બર: 1800 ફ્લાઇટ

  • 9 ડિસેમ્બર: 1800 થી વધુ ફ્લાઇટ્સ સફળતાપૂર્વક ઓપરેટ

CEOએ ખાતરી આપી કે હવે ઇન્ડિગો ફરીથી 138 તમામ ડેસ્ટિનેશન્સ પર ફ્લાઇટ્સ ચલાવી રહ્યું છે અને OTP (On-Time Performance) પણ નોર્મલ થઈ ગઈ છે.

તેમણે વધુમાં જણાવ્યું કે સરકાર સાથે સંપૂર્ણ સહકારથી કામ થઈ રહ્યું છે અને હવે કંપની આંતરિક સ્તરે તપાસીને સમજશે કે આખરે ખામી ક્યાં થઈ. મુસાફરોના મળતા પોઝિટિવ સંદેશો ઇન્ડિગો ટીમને ફરી આત્મવિશ્વાસ આપી રહ્યા છે.

CEO એ મુસાફરોને વિનંતી કરી કે ફ્લાઇટ અપડેટ માટે ઇન્ડિગો ની ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહે અને કંપની પર વિશ્વાસ જાળવવા બદલ આભાર માન્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now