Home International Ai Impact Summit 2026 Bill Gates Will Not Attend Ai Summit India Withdrew Invitation

બિલ ગેટ્સ AI સમિટમાં સામેલ નહીં થઈ શકે! : ભારતે પાછું ખેંચ્યું આમંત્રણ, જાણો કારણ

બિલ ગેટ્સ AI સમિટમાં સામેલ નહીં થઈ શકે!
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2026, 11:07 AM IST

AI Summit: દુનિયાની સૌથી મોટી ટેકનોલોજી ઇવેન્ટ, AI ઇમ્પેક્ટ સમિટ, નવી દિલ્હીમાં શરૂ થઈ ગઈ છે. વિશ્વભરના ઘણા દેશોના રાષ્ટ્રપતિઓ, વડા પ્રધાનો અને ટેક કંપનીઓના CEO તેમાં ભાગ લઈ રહ્યા છે. આ ઇવેન્ટ માટે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સરકારે AI સમિટ માટે માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક Bill Gates ને આપેલું આમંત્રણ પાછું ખેંચી લીધું છે. આ નિર્ણય Jeffrey Epstein ફાઇલ્સ વિવાદ સાથે સંબંધિત છે, જેમાં ગેટ્સના એપસ્ટિન સાથેના સંબંધો ખુલ્લા પડી ગયા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિર્ણય રાષ્ટ્રીય સુરક્ષા અને નૈતિકતાના આધારે લેવામાં આવ્યો છે. ગેટ્સે અગાઉ કહ્યું હતું કે એપસ્ટિન સાથેની મુલાકાત ચેરિટી માટે હતી, પરંતુ નવા ખુલાસા તેમના પદ પર નૈતિક પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. જોકે, ગેટ્સ ફાઉન્ડેશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બિલ ગેટ્સ એઆઈ ઇમ્પેક્ટ સમિટમાં હાજરી આપી રહ્યા છે અને નિર્ધારિત સમયે તેમનું મુખ્ય ભાષણ આપશે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે બોલિવિયા, ક્રોએશિયા, એસ્ટોનિયા, ફિનલેન્ડ, ગ્રીસ, ગુયાના, કઝાકિસ્તાન, લિક્ટેંસ્ટાઇન, સર્બિયા અને સ્લોવાકિયાના નેતાઓ પણ AI સમિટમાં ભાગ લેશે. 45 થી વધુ દેશોના મંત્રી સ્તરના પ્રતિનિધિમંડળો પણ આ સમિટમાં ભાગ લેશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ અને વિવિધ આંતરરાષ્ટ્રીય સંગઠનોના વરિષ્ઠ અધિકારીઓ પણ આ સમિટમાં ભાગ લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now