Home Gujarat Ahmedabad Police Conducts Heavy Handed Operation To Celebrate 31st

31stની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ જડબેસલાક કામગીરી! : 9040 જવાનો રહ્યાં તૈનાથ, 123 PCR ટીમ, 2560 બોડી વોર્ન કેમેરા, પોલીસનું સઘન ચેકિંગ

31stની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસ જડબેસલાક કામગીરી!
Published by: OBS Bureau
Last Updated: Jan 01, 2026, 09:42 AM IST

Ahmedabad Police : 31મી ડિસેમ્બર તથા નવા વર્ષની ઉજવણીને ધ્યાનમાં રાખીને અમદાવાદ શહેર પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષના આગમનને વધાવવા માટે એકત્રિત થયા હતા, જેને ધ્યાનમાં રાખી પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સતર્ક રહ્યું હતું.

પોલીસની વ્યાપક અને સઘન કામગીરી

અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ, સરદાર પટેલ રીંગ રોડ, સી.જી. રોડ-નવરંગપુરા, એસ.જી. હાઇવે, સિંધુભવન રોડ, સોલા, સેટેલાઈટ, વસ્ત્રાપુર, આનંદનગર, એલિસબ્રીજ, ગાયકવાડ હવેલી, મણીનગર અને અમરાઇવાડી સહિતના વિસ્તારોમાં ચર્ચ, મુખ્ય બજારો, શોપિંગ મોલ, ક્લબ, હોટલ, ફાર્મહાઉસ અને પ્રાઇવેટ પાર્ટીપ્લોટોમાં નવા વર્ષની ઉજવણી માટે મેળાવડા અને પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કુલ 11 આયોજકોને પોલીસ દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

9040 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત રહ્યાં!

આ ઉજવણી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થાને મજબૂત રાખવા માટે કુલ 9040 જેટલા પોલીસ અને સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. જેમાં JCP / Addl. CP – 05, DCP – 16, ACP – 28, PI – 115, PSI – 225, HC/PC – 5000, SRPની 02 કંપનીઓ અને 3500 હોમગાર્ડઝનો સમાવેશ થાય છે. સુરક્ષા સંસાધનો અને ટેક્નોલોજીનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં 09 ક્યુ.આર.ટી. ટીમો, 443 બ્રેથ એનાલાઇઝર, 39 સ્પીડ ગન કેમેરા, 34 ક્રેઈન, 112 / પી.સી.આર.ની 123 ટીમો, 04 BDDS ટીમો, 71 She Team, 63 નાકાબંધી પોઈન્ટ અને 14 ચેકપોસ્ટ સ્થાપિત કરવામાં આવ્યા હતા.

2560 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો

આ ઉપરાંત 2560 બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો, જેમાંથી 238 લાઇવ બોડી વોર્ન કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવ્યું. શહેરમાં સુરક્ષા પર નજર રાખવા માટે 4000થી વધુ CCTV કેમેરા દ્વારા સર્વેલન્સ રાખવામાં આવ્યું. તમામ પોલીસ સ્ટેશનોના ઉપલબ્ધ પેટ્રોલિંગ વાહનો તેમજ હોક બાઈક દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now