Home Gujarat Ahmedabad Palanpur Highway Submerged 20 Km Long Traffic Jam Created

અમદાવાદથી આબુ જતાં હોવ તો રોકાઇ જજો! : અમદાવાદ પાલનપુર હાઇવે ડૂબમાં, 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો

અમદાવાદથી આબુ જતાં હોવ તો રોકાઇ જજો!
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 27, 2025, 07:48 AM IST

ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આજે સવારથી ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદથી આબુ જતાં હોવ તો રોકાઇ જજો.કારણ કે અમદાવાદ પાલનપુર હાઇવે પર પાણી ફરી વળતાં સમગ્ર હાઇવે પર વાહનોની આવનજાવન અટકી ગઇ છે.  અમદાવાદ પાલનપુર હાઇવે પર કમરસમા પાણી ફરી વળતાં 20 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. જેના કારણે ટ્રેલર અને ટ્રક સહિતના ભારે વાહનો હાઇવે પર અટકી જતાં હજારો પેસેન્જ વ્હિકલ પણ હાઇવે પર ફસાયાં છે. 

દર વરસાદે આ હાઇવે પર કેડસમા પાણી ભરાયાં બાદ બે રાજ્યો વચ્ચે કલાકો સુધી પરિવહન સેવા ખોરવાઇ જાય છે. રાજસ્થાન અને અમદાવાદ વચ્ચે દરરોજ દોડતાં હજારો ટ્રક અને માર્બલનું પરિવહન વરસાદના સમયે અટકી જાય છે. છતાં આ સમસ્યા વર્ષોથી ઠેરની ઠેર છે તેવો લોકોનો દાવો છે. તો બીજી બાજુ અમદાવાદ સહિતના શહેરોમાંથી પાલનપુર હાઇવે પર રવિવારે માઉન્ટ આબુ ફરવા જતાં પ્રવાસીઓ પણ ધસમસતા પાણીને કારણે ફસાયાં છે. તેવામાં સતત વરસાદને કારણે આવનારા થોડા કલાકોમાં પાણી ઓસરે તેવી શક્યતા દેખાઇ રહી નથી. તેવામાં ટ્રાફિક સમસ્યા વધુ વિકરવાની આશંકા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now