Home Gujarat Ahmedabad News Student Dies After Jumping From Fourth Floor Of School

સ્કૂલમાંથી મોતની છલાંગનો ચોંકાવનારો Video આવ્યો સામે : અમદાવાદની સોમ લલિત સ્કૂલના ચોથા માળેથી કૂદેલી વિદ્યાર્થિનીનું મોત

સ્કૂલમાંથી મોતની છલાંગનો ચોંકાવનારો Video આવ્યો સામે
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 25, 2025, 06:14 AM IST

Ahmedabad News: વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. જેમાં શહેરના પોશ વિસ્તાર ગણાતા નવરંગપુરાની સ્કૂલની ઈમારતમાંથી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવી હતી. 24 જુલાઈના રોજ અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં ભણતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કૂદીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. નીચે પટકાતા વિદ્યાર્થિનીને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાઈ હતી, જેમાં આજે 25 જુલાઈના રોજ સારવાર દરમિયાન તે વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું છે.

મહત્ત્વનું છેકે, સોમ લલિત સ્કૂલ ખુબ હાઈફાઈલ સ્કૂલ માનવામાં આવે છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી આ સ્કૂલમાં બધા મોટા ઘરના સંતાનો અભ્યાસ અર્થે આવે છે. એવામાં આ પ્રકારના બનાવે સૌ કોઈને ચોંકાવી દીધા છે. એટલું જ નહીં આ કિસ્સાના કારણે વાલીઓની ચિંતામાં વધારો થયો છે. વિદ્યાર્થિનીએ ચોથા માળેથી કૂદકો માર્યો તે સમયના CCTV પણ સામે આવ્યા છે. જેમાં વિદ્યાર્થિની હાથમાં કીચેઇન ફેરવતા ફેરવતા લોબીમાં આવી અને છલાંગ લગાવી દે છે. વિદ્યાર્થિની બીમાર હોય તેવી શક્યતા છે. 15 દિવસ પહેલા મહિનાની રજા બાદ વિદ્યાર્થિની ફરી સ્કૂલે આવી હતી.

વિદ્યાર્થિનીએ નવરંગપુરામાં આવેલી સોમ લલિત સ્કૂલના ચોથા માળેથી ગુરૂવારે બપોરે 12:27 વાગ્યે બાલકનીની રેલિંગ કૂદીની મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થિનીને બચાવવા તેની ફ્રેન્ડે પ્રયાસ કર્યો હતો, પરંતુ એ પહેલાં જ તેણે છલાંગ લગાવી દીધી હતી. આપઘાતના પ્રયાસ કરવા પાછળનું ચોક્કસ કારણ હજી અકબંધ છે. નવરંગપુરા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

CCTV ફૂટેજમાંથી મળતી માહિતીઃ

CCTV ફૂટેજમાં વિદ્યાર્થીની હાથે કીચેઇન ફેરવતી લોબી તરફ જતા અને પછી સીધી બાલકની તરફ આગળ વધી છલાંગ લગાવતા જોવા મળી છે. એવું માનવામાં આવી રહ્યું છે કે વિદ્યાર્થીની તંદુરસ્તી મુદ્દે પસાર થતા કેટલાક શારીરિક કે માનસિક ચિંતાનો ભોગ બની હતી.

ઘટનાની વિગતો:

વિદ્યાર્થિનીને પહેલા નવરંગપુરાની નિધિ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવી હતી. તેને માથા, હાથ અને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરંભમાં તેને બીજી હોસ્પિટલમાં ખસેડવાની યોજના હતી, પરંતુ અંતે તે ત્યાં જ સારવાર હેઠળ રહી ગઈ.

સ્કૂલનું નિવેદન અને વિદ્યાર્થીઓ માટે ચેતવણીરૂપ લક્ષણો:

પ્રિન્સિપાલ લીના અરોરાએ જણાવ્યું કે વિદ્યાર્થીની ઘટના પહેલાંથી જ અસ્વસ્થ લાગતી હતી. દિવસની શરૂઆતથી જ તે વિચલિત જોવા મળી હતી અને ક્લાસરૂમમાં અચાનક ચીસો પાડવા લાગી હતી, જેને શિક્ષકે શાંત કરવાનું પ્રયાસ કર્યું હતું. સ્કૂલમાં પાછું ફરતી પહેલાં તેણે એક મહિનાની લાંબી રજા લીધી હતી, અને વાલીએ મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવ્યું હતું. નવરંગપુરા પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈ વધુ તપાસ શરૂ કરી છે. આપઘાતના પ્રયાસ પાછળનું ચોક્કસ કારણ હજી સુધી બહાર આવ્યુ નથી.

મનોચિકિત્સકો શું સૂચવે છે? બાળકના વર્તનમાં નીચેના લક્ષણો જોવામાં આવે તો ચેતવું જરૂરી છે:

અચાનક વર્તનમાં ફેરફાર

એકાંતપ્રિયતા અને લોકોથી દૂરી

સોશિયલ મીડિયા પર દુખભરી પોસ્ટ

નાની બાબતમાં ગુસ્સો

ઊંઘની ટેવમાં મોટો ફેરફાર

પોતાને નુકસાન પહોંચાડવાનું વર્તન

વાલીઓ માટે માર્ગદર્શિકા:
બાળકોના મનને સમજવા અને સહારો આપવાની જરૂર

બાળકો સાથે ખૂલે દિલે વાત કરો – માત્ર પ્રશ્ન ન પૂછો, વાત કરો

તેમના ભાવનાત્મક સંકેતોને સમજવાનો પ્રયાસ કરો

શાંતિપૂર્વક સાંભળો અને માહોલને હળવો બનાવો

નિયમિત રીતે શિક્ષકો સાથે સંપર્કમાં રહો

આ ઘટના આપણા માટે ચેતવણીરૂપ છે કે આજે ના બાળકોની માનસિક તંદુરસ્તી તરફ વધુ ધ્યાન આપવાની ફરજ છે. શિક્ષણ સંસ્થાઓ, વાલીઓ અને સમાજે મળીને એક એવો માહોલ ઊભો કરવો જોઈએ, જ્યાં દરેક બાળક ખુલ્લે મનથી પોતાની વાત રાખી શકે અને જરૂર પડે ત્યારે યોગ્ય માર્ગદર્શન મેળવી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now