Home Gujarat Ahmedabad Metro Phase 2 Titagarh Rail Systems 34 Trainsets

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર : અમદાવાદ અને સુરત માટે અપાયો 34 અત્યાધુનિક ટ્રેનસેટ્સનો ઓર્ડર, જાણો શું છે ખાસિયતો

Gujarat Metro Rail; ગુજરાતીઓ માટે ખુશખબર
Published by: OBS Bureau
| Last Updated: Mar 16, 2026, 10:40 AM IST

ગુજરાત સરકારે 34 અત્યાધુનિક મેટ્રો ટ્રેનસેટ્સ માટે ઓર્ડર આપ્યો છે, જેમાં અમદાવાદ મેટ્રો ફેઝ-II માટે 10 ટ્રેનસેટ અને સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટનો સમાવેશ થાય છે. આ ટ્રેનો કોલકાતામાં ટીટાગઢની અદ્યતન મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી ખાતે બનાવવામાં આવી રહી છે, જે હાઇ-ટેક અર્બન મોબિલિટી સોલ્યુશન્સ ક્ષેત્રે ભારતની વધતી જતી આત્મનિર્ભરતા દર્શાવે છે. આ પહેલ ગુજરાતમાં જાહેર પરિવહન સુવિધાઓને તો મજબૂત કરશે જ, સાથે-સાથે દેશની ઉત્પાદન ક્ષમતાઓને પણ ઉજાગર કરશે. આ પહેલ રોજગાર અને કૌશલ્ય વિકાસની તકો પેદા કરશે તેમજ તેના થકી વિદેશી હૂંડિયામણની પણ બચત થશે.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં મેટ્રો ટ્રેન શરૂ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું, અને તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં અમદાવાદ અને સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ શરૂ કરવામાં આવ્યા હતા. આજે તેમના સુદૃઢ માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ ફેઝ-1 અને ફેઝ-2 સફળતાપૂર્વક શરૂ કરવામાં આવ્યા છે, અને અમદાવાદ-ગાંધીનગરના લાખો નાગરિકો મેટ્રો ટ્રેનનો લાભ મેળવી રહ્યા છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ આજે રાજ્ય શહેરી પરિવહન માળખાને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરી રહ્યું છે. અમદાવાદ મેટ્રો ફેઝ-2 હેઠળ અમદાવાદ-ગાંધીનગર કોરિડોરમાં, 68.2 કિમી મેટ્રો નેટવર્ક પહેલેથી જ કાર્યરત છે, જેમાં હાલમાં 32 ટ્રેનસેટ્સ સેવામાં છે. તેમાં વધુ 10 ટ્રેનસેટ્સનો ઉમેરો થવાથી મુસાફરોના પરિવહન માટે ટ્રેનની ફ્રીકવન્સી વધી જશે, ટ્રેનો માટે રાહ જોવાનો સમય ઘટશે અને મુસાફરોને વધુ સારી સુવિધા મળશે.

હાલમાં, સુરત ખાતે 40.3 કિમી લાંબા મેટ્રો રેલ નેટવર્કનું બાંધકામ ઝડપથી આગળ વધી રહ્યું છે. સુરત મેટ્રો માટે 24 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપવામાં આવ્યો છે, જે પૂર્ણ થયે સુરત શહેર ટકાઉ શહેરી પરિવહનના મજબૂત વિસ્તરણનું સાક્ષી બનશે. આ વિકાસ પરિવહન સુવિધાને સરળ બનાવશે, ભીડમાં ઘટાડો કરશે અને સુરતની વધતી જતી શહેરી વસ્તી માટે લાભકારી બનશે.

ગુજરાત રાજ્યમાં હાલમાં મેટ્રો રેલ નેટવર્ક 108 કિમી સુધી વિસ્તરેલું છે, અને આગામી વર્ષોમાં 190 કિમી સુધી તેનું વિસ્તરણ થવાનો અંદાજ છે. તેમાં 6.04 કિમીની અગાઉથી આયોજિત એરપોર્ટ લાઇનનો પણ સમાવેશ થાય છે, જે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવશે. વધુમાં, રાજકોટ અને વડોદરા જેવા અન્ય મુખ્ય શહેરોમાં પણ મેટ્રો રેલ સેવાઓનું વિસ્તરણ કરવા માટેની દરખાસ્તો વિચારણા હેઠળ છે, જેથી રાજ્યભરમાં આધુનિક, કાર્યક્ષમ અને પર્યાવરણને અનુકૂળ પરિવહનના લાભો વધુ ને વધુ નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરી શકાય.

ગુજરાતમાં નવી મેટ્રો સિસ્ટમ્સ અત્યાધુનિક ડ્રાઇવરલેસ (ડ્રાઇવર વગરની) ટેક્નોલોજીથી સજ્જ હશે, જે સમયપાલકતા, સલામતી અને ઊર્જા કાર્યક્ષમતા સુનિશ્ચિત કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ ટ્રેનોમાં રિયલ-ટાઇમ મોનિટરિંગ અને ઓટોમેટેડ બ્રેકિંગ સિસ્ટમ્સ, ઑપ્ટિમાઇઝ્ડ સ્પીડ પ્રોફાઇલ્સ અને ઇન્ટેલિજન્ટ ફોલ્ટ ડાયગ્નોસ્ટિક્સ હશે, જે વિશ્વસનીય કામગીરીની ગેરંટી આપે છે. વધુમાં, CCTV સર્વેલન્સ, ફાયર ડિટેક્શન સિસ્ટમ્સ, ફેઇલ-સેફ ડોર ઓપરેશન્સ અને ઓબ્સ્ટેકલ ડિટેક્શન એટલે કે અવરોધોને શોધવા માટેની પદ્ધતિઓ જેવા મુસાફરો-કેન્દ્રિત સુધારાઓ મુસાફરોને સુરક્ષિત અને સરળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. આ નવીન વિશેષતાઓ ગુજરાતની મેટ્રો ટ્રેનોને આધુનિક, સ્માર્ટ અને ટકાઉ શહેરી પરિવહનના મોડેલ તરીકે સ્થાપિત કરશે.

એક્સપ્રેસવેથી લઈને હાઈ-સ્પીડ રેલ સુધી, ગુજરાત ભારતના પરિવહન માળખાના વિકાસમાં સતત અગ્રેસર રહ્યું છે. ગુજરાતનો આગામી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ, દાહોદ ખાતે ભારતનું પ્રથમ 9000 HP લોકોમોટિવ એન્જિનનું ઉત્પાદન કરતી ફેક્ટરી, અને નમો ભારત ટ્રેનો તેના મજબૂત ઉદાહરણો છે. ગુજરાતના મેટ્રો રેલ પ્રોજેક્ટ્સ સમયસર અમલીકરણ, તકનીકી નવીનીકરણ અને ટકાઉ શહેરી વિકાસ પ્રત્યેની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતાનું શાનદાર ઉદાહરણ છે. ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વિકાસ દ્વારા ગુજરાત આત્મનિર્ભર અને વિકસિત ભારતનું નિર્માણ કરવાના વડાપ્રધાનના વિઝનને સાકાર કરવામાં મહત્વપૂર્ણ યોગદાન નોંધાવી રહ્યું છે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

ગુજરાત બજેટ 2026-27: રેશનકાર્ડ ધારકો માટે 'ગ્રેઇન ATM' અને 'ડિજિટલ કૂપન'; જાણો અન્ન પુરવઠા વિભાગની મોટી જાહેરાતો

ગુજરાત બજેટ 2026-27

આસ્થા સાથે સુરક્ષા!: નર્મદા પરિક્રમા માટે રાજ્ય સરકારની મહા-તૈયારી! રૂ. 10 કરોડના ખર્ચે શ્રદ્ધાળુઓને પૂરી પાડશે અનેક સુવિધાઓ

આસ્થા સાથે સુરક્ષા!

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!: PNG અને LPG ગેસની અછતને લઈને ગુજરાત સરકારે કરી ખાસ વ્યવસ્થા

Gas Crisis; હવે નહીં નડે ઘરેલુ-કોમર્શિયલ ગેસની કોઈ સમસ્યા!
Play Video

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત: ગુજરાતની તમામ સ્થાનિક બેઠકો પર ચૂંટણી લડશે AAP, જાણો શું છે યોજના

ઇસુદાન ગઢવીની મોટી જાહેરાત
Play Video

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના: સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ પર ધારદાર હથિયાર વડે હુમલા

ગુજરાતમાં એક દિવસમાં સેવન્થ ડે સ્કૂલ જેવી 2 ઘટના

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં: જાણો વંદે ભારત ટ્રેનની સંપૂર્ણ માહિતી

અમદાવાદથી ઉદયપુર હવે ફક્ત 4 કલાકમાં

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી: 7 મો માળ ખાલી કરાવ્યો, પોલીસ-બોમ્બ સ્ક્વોડની તાત્કાલિક તપાસ

ગાંધીનગરના કર્મયોગી ભવનને બોમ્બથી ઉડાવવાની ધમકી
Play Video

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: કિરણ મોરે સહિત 4 ઉમેદવાર અયોગ્ય

BCA ચૂંટણીમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો

હેલિકોપ્ટર કરતાં પણ સસ્તું છે આ જાયરોકોપ્ટર!: જોયરાઇડથી લઇને સુરક્ષા માટે થશે ઉપયોગી, આ ગુજરાતી વિંગ કમાન્ડરે બદલી નાખી ઉડાનની પદ્ધતિ!

હેલિકોપ્ટર કરતાં પણ સસ્તું  છે આ જાયરોકોપ્ટર!

Local Elections; ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ: 348 પાલિકા-પંચાયત માટે આ તારીખ સુધીમાં થઈ શકે છે ચૂંટણીઓની જાહેરાત

Local Elections; ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ તેજ

ભાવનગરમાં લોકોના 'રક્ષક' જ સુરક્ષિત નથી!: જસોદપુરામાં દરોડા દરમિયાન પોલીસ પર જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા

ભાવનગરમાં લોકોના 'રક્ષક' જ સુરક્ષિત નથી!
Play Video

"મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે...": ઘરવાપસી બાદ કિંજલ રબારીનો પહેલો વીડિયો

"મારા ચાહક મિત્રોને વિનંતી કરવા માગું છું કે..."
Play Video

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 23 એપ્રિલે,ગોવિંદભાઈ પરમારના નિધનને કારણે ખાલી પડી હતી બેઠક

પેટાચૂંટણી જાહેર કરતુ ચૂંટણી પંચ

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત: બે યુવકોના મોત; ઇન્સ્ટાગ્રામ સ્ટોરી બની સાબિતી

જેતપુર પાસે 150 કિમી સ્પીડે દોડતી કારનો ભયાનક અકસ્માત

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું": અમદાવાદ વિમાન દુર્ઘટના પર અમેરિકન એજન્સીનો મોટો દાવો

"વિમાન પહેલાથી જ ખામીયુક્ત હતું"

સુરતમાં હેવાનિયત છલકાઈ!: ઉમરપાડામાં સગીર યુવતી પર 5 નરાધમોએ કર્યો ગેંગરેપ

સુરતમાં હેવાનિયત છલકાઈ!

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!: લસુંદ્રાથી માતાની ઠાકરસી રબારીને અપીલ, 'મારી દીકરી પાછી લાવો'

કિંજલ રબારી બાદ ખેડામાં વધુ એક પ્રેમલગ્નનો વિવાદ!

વડોદરામાં LPGની કોઈ અછત નથી!: દૈનિક જરૂરિયાત કરતાં વધુ સિલિન્ડર ઉપલબ્ધ, જિલ્લા વહીવટી તંત્રએ જાહેર કરી વિગતો

વડોદરામાં LPGની કોઈ અછત નથી!

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત: હોટલ ઉદ્યોગ સંકટમાં, વેપારીઓને ફરી 'માટીના ચૂલા'નો આશરો લેવાની નોબત

ધાનેરામાં કોમર્શિયલ ગેસની ભારે અછત
Play Video